iPhoneમાં નથી હોતા Androidના આ શાનદાર ફીચર્સ, એક વાર જાણી લેશો તો Apple યૂઝર્સની બળી જશે!

Android અને iOS બંને ઓપરેટિંગ સિસ્ટમ પોત-પોતાની રીતે મહાન છે. જ્યારે iOS પોતાના યુઝર ઇન્ટરફેસ અને સિક્યોરિટી માટે જાણીતું છે, ત્યારે એન્ડ્રોઇડ પોતાની કસ્ટમાઇઝેશન અને ઓપન સોર્સ પ્રકૃતિ માટે જાણીતું છે. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઉપલબ્ધ છે. જ્યારે, iPhones માં iOS ઓપરેટિંગ સિસ્ટમ મળે છે. વાસ્તવમાં બંને ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણી સામાન્ય સુવિધાઓ છે, જે એકબીજામાં જોવા મળે છે. પરંતુ, આજે અમે તમને એન્ડ્રોઇડના કેટલાક એવા ફીચર્સ વિશે જણાવીશું, જે iOSમાં ઉપલબ્ધ નથી. ચાલો જાણીએ આ ફીચર્સ વિશે.

વિજેટ્સ

1/5
image

એન્ડ્રોઇડમાં વિજેટ્સની મદદથી તમે તમારી હોમ સ્ક્રીનને કસ્ટમાઇઝ કરી શકો છો અને તેના પર તમારી પસંદગીની એપ્સ, શોર્ટકટ્સ અને માહિતી પ્રદર્શિત કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે તમારી હોમ સ્ક્રીન પર કૅલેન્ડર, હવામાન અથવા સમાચાર વિજેટ્સ ઉમેરી શકો છો.

સ્પ્લિટ સ્ક્રીન મલ્ટીટાસ્કીંગ

2/5
image

એન્ડ્રોઇડમાં તમે સ્ક્રીન પર એક સાથે બે એપ ચલાવી શકો છો. આ ફીચર ત્યારે ખુબ કામ આવે છે જ્યારે તમારે એક સાથે બે કામ કરવાના હોય છે, જેમ કે વીડિયો જોતી વખતે મેસેજ મોકલવા વગેરે, ત્યારે આ ફીચર ખૂબ જ ઉપયોગી છે. પરંતુ આ સુવિધા iPhone પર ઉપલબ્ધ નથી.

નોટિફિકેશન લાઈટ

3/5
image

ઘણા Android ઉપકરણોમાં એક બિલ્ટ-ઇન ફાઇલ મેનેજર હોય છે જેની મદદથી તમે તમારી ફાઇલોને સરળતાથી મેનેજ કરી શકો છો. સાથે ઘણા Android ડિવાઈસમાં નોટિફિકેશન લાઈટ હોય છે જે તમારે નવી નોટિફિકેશન વિશે જણાવે છે.  

વધુ કસ્ટમાઇઝેશન

4/5
image

એન્ડ્રોઇડમાં તમે તમારી પસંદગી મુજબ તમારા સ્માર્ટફોનને સંપૂર્ણપણે કસ્ટમાઇઝ કરી શકો છો. તમે લોન્ચર, આઇકન પેક અને થીમ બદલી શકો છો.

ઓપન સોર્સ

5/5
image

એન્ડ્રોઇડ એક ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, જેનો અર્થ છે કે ડેવલપર્સ તેની જરૂરિયાત મુજબ તેને બદલી શકે છે. આ ઉપરાંત Android OS માં યૂઝર્સને ડિફોલ્ટ એપ્લિકેશન પસંદ કરવાનો વિકલ્પ પણ મળે છે.