Farmers Protest: કિસાનો પર ટીયર ગેસ અને લાઠીચાર્જ કેમ? સરકારે સંસદમાં આપ્યો પશ્નનો જવાબ

પ્રદર્શન કરી રહેલા કિસાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કર્યું નહીં અને કોવિડ-19 મહામારી વચ્ચે માસ્ક વગર મોટી સંખ્યામાં એકત્ર થયા. રેડ્ડીએ કહ્યુ, જ્યાં સુધી દિલ્હીનો સવાલ છે તો પોલીસે માહિતી આપી છે કે સપ્ટેમ્બર-ડિસેમ્બર 2020 દરમિયાન પ્રદર્શનકારી કિસાનો વિરુદ્ધ 39 કેસ નોંધવામાં આવ્યા. 
 

Farmers Protest: કિસાનો પર ટીયર ગેસ અને લાઠીચાર્જ કેમ? સરકારે સંસદમાં આપ્યો પશ્નનો જવાબ

નવી દિલ્હીઃ સરકારે મંગળવારે લોકસભા (Loksabha) માં કહ્યું કે, કેન્દ્રીય કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનોએ તોફાનો, ગુનાહિત બળ અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે આક્રમક રૂપનો સહારો લીધો. ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ ગૃહમાં એક પશ્નના લેખિતમાં ઉતરમાંતે પણ જણાવ્યું કે, સપ્ટેમ્બર-ડિસેમ્બર 2020 વચ્ચે પ્રદર્શનકારી કિસાનો વિરુદ્ધ 39 કેસ નોંધવામાં આવ્યા.

તેમણે કહ્યું કે, પ્રદર્શન કરી રહેલા કિસાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કર્યું નહીં અને કોવિડ-19 મહામારી વચ્ચે માસ્ક વગર મોટી સંખ્યામાં એકત્ર થયા. રેડ્ડીએ કહ્યુ, જ્યાં સુધી દિલ્હીનો સવાલ છે તો પોલીસે માહિતી આપી છે કે સપ્ટેમ્બર-ડિસેમ્બર 2020 દરમિયાન પ્રદર્શનકારી કિસાનો વિરુદ્ધ 39 કેસ નોંધવામાં આવ્યા. 

લેખિત નિવેદનમાં કહેવામાં આવ્યું કે, જ્યાં સુધી પ્રદર્શન કરી રહેલા કિસાનો પર દિલ્હી પોલીસ દ્વારા ટીયર ગેસનો પ્રયોગ કરવા અને લાઠીચાર્જ કરવાનો સંબંધ છે, દિલ્હી પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે, દિલ્હીની સરહદ પર ટ્રેક્ટર રેલીમાં પ્રદર્શનકારી કિસાનોના મોટા કાફલાએ હાલમાં કૃષિ કાયદાના વિરુદ્ધમાં વિરોધ કરવા માટે દિલ્હીમાં પ્રવેશ કરવા હેતુ ઉગ્ર રૂપથી પોતાનો રસ્તો બનાવવો અને દિલ્હી પોલીસની બેરિકેટિંડગને પાર કરવાનો પ્રયાસ કર્યો. તેમણે આક્રમક રૂપથી તોફાન કર્યા, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું અને લોક સેવકોને પોતાના કર્તવ્યનું નિર્વહન કરવાથી રોકવા માટે બળ પ્રયોગ કરવામાં આવ્યો. 

આ પણ વાંચોઃ Farmers Protest: વાતચીત પર કિસાનોએ સરકાર સામે રાખી મોટી શરત   
 
મંત્રીના નિવેદનથી તે સ્પષ્ટ છે કે 39 મામલા 26 જાન્યુઆરીએ થયેલી કિસાનોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાના સંદર્ભમાં નોંધાયેલા કેસથી અલગ છે. રેડ્ડીએ જણાવ્યુ કે, દિલ્હી પોલીસ તરફથી માહિતી આપવામાં આવી કે વિરોધ પ્રદર્શનો દરમિયાન આત્મહત્યાનો એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news