BJP નેતાઓની 'હેટ સ્પીચ' ઈગ્નોર કરવાના આરોપો પર Facebook એ આપી પ્રતિક્રિયા

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક (Facebook) દ્વારા ભારતમાં સત્તારૂઢ પક્ષના નેતાઓ પર હેટ સ્પીચ સંબંધિત નિયમો લાગુ કરવામાં બેદરકારીના રિપોર્ટને લઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. અત્રે જણાવવાનું કે વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં Facebook દ્વારા બારતમાં સત્તારૂઢ પક્ષના નેતાઓ પર હેટ સ્પીચ સંબંધિત નિયમો લાગુ કરવામાં બેદરકારીનો દાવો કરાયો હતો. ત્યારબાદ ફેસબુકે આ આરોપોને ફગાવી દીધા અને સ્પષ્ટતા કરી. 

BJP નેતાઓની 'હેટ સ્પીચ' ઈગ્નોર કરવાના આરોપો પર Facebook એ આપી પ્રતિક્રિયા

નવી દિલ્હી: સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક (Facebook) દ્વારા ભારતમાં સત્તારૂઢ પક્ષના નેતાઓ પર હેટ સ્પીચ સંબંધિત નિયમો લાગુ કરવામાં બેદરકારીના રિપોર્ટને લઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. અત્રે જણાવવાનું કે વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં Facebook દ્વારા બારતમાં સત્તારૂઢ પક્ષના નેતાઓ પર હેટ સ્પીચ સંબંધિત નિયમો લાગુ કરવામાં બેદરકારીનો દાવો કરાયો હતો. ત્યારબાદ ફેસબુકે આ આરોપોને ફગાવી દીધા અને સ્પષ્ટતા કરી. 

ANI ના જણાવ્યાં મુજબ ફેસબુકના પ્રવક્તાએ કહ્યું કે 'અમે હેટ સ્પીચ અને હિંસા ભડકાવતા કન્ટેન્ટ પર રોક લગાવીએ છીએ અને અમે અમારી નીતિઓ ગમે તે પાર્ટી કે રાજનીતિક સંબંધ કે પોઝિશન જોયા વગર લાગુ કરીએ છીએ. અમને ખબર છે કે અમારે ઘણું બધુ કરવાનું છે પરંતુ અમે આ નીતિઓને લાગુ કરવા માટે અને અમારા પ્રયત્નોના નિયમિત આકલનને લઈને પ્રતિબદ્ધ છીએ. જેથી કરીને નિષ્પક્ષતા અને સટીકતા જળવાઈ રહે.'

અત્રે જણવવાનું કે આ સમગ્ર વિવાદનું મૂળ અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટથી શરૂ થયો. જેમાં કહેવાયું કે ભાજપના નેતા ટી.રાજાએ પોતાની ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે રોહિંગ્યા મુસલમાનોને ગોળી મારી દેવી જોઈએ. મુસ્લિમોને દેશદ્રોહી ગણાવ્યાં હતાં અને મસ્જિદ પણ તોડવાની ધમકી આપી હતી. જેનો વિરોધ ફેસબુક કર્મચારીએ કર્યો હતો અને તેને કંપનીના નિયમો વિરુદ્ધ માન્યું હતું. જો કે કંપનીએ તેના પર કોઈ કાર્યવાહી કરી નહીં એવું કહેવું છે. 

— ANI (@ANI) August 17, 2020

રાહુલ ગાંધીએ રિપોર્ટની એક તસવીર  શેર કરીને ટ્વિટ કરી જેમાં ભાજપ અને આરએસએસ પર નિશાન સાધતા કહ્યું કે "ભાજપ અને આરએસએસ ભારતમાં ફેસબુક અને વોટ્સએપને નિયંત્રણ કરે છે. તેઓ આ માધ્યમથી ફેક ન્યૂઝ અને નફરત ફેલાવે છે અને મતદારોને લલચાવવા માટે તેનો ઉપયોગ કરે છે. આખરે અમેરિકી મીડિયાએ ફેસબુક અંગે સત્ય સામે લાવી દીધુ છે."

રાહુલ ગાંધીના આ વિવેદન પર ભાજપ તરફથી પલટવાર કરતા દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે તેઓ કહે છે કે સમગ્ર દુનિયા ભાજપ, આરએસએસથી નિયંત્રિત છે. ચૂંટણી પહેલા ડેટાને હથિયાર બનાવતા રંગે હાથે પકડાયા હતાં. કેમ્બ્રિજ એનાલિટિકા, ફેસબુક સાથેની સાંઠગાંઠ પકડાઈ હતી. ત્યારે આવા લોકો આજે બેશરમીથી સવાલ ઊભા કરી રહ્યાં છે. 

રવિશંકર પ્રસાદે જે કેમ્બ્રિજ એનાલિટિકાનો ઉલ્લેખ કર્યો તે 2018માં કોંગ્રેસ પર લાગેલા આરોપ સંબંધિત છે. આરોપ હતાં કે બ્રિટિશ કંપનીએ 2019ની લોકસભા ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવા માટે કોંગ્રેસને ફેસબુકની અનેક પોસ્ટનું વિશ્લેષણ કરવાની રજૂઆત કરી હતી. કોંગ્રેસે આ આરોપ ફગાવ્યાં હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news