LIVE: મની લોન્ડરિંગ કેસ: લંચ બ્રેક બાદ ફરી EDની ઓફિસ પહોંચ્યા રોબર્ટ વાડ્રા

લંડનમાં કથિત રીતે ગેરકાયદેસર સંપત્તિ ધરાવવાના મુદ્દે મની લોન્ડરિંગ સંલગ્ન એક મામલામાં ઈડી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની આજે ફરીથી એકવાર પૂછપરછ કરી. 

LIVE: મની લોન્ડરિંગ કેસ: લંચ બ્રેક બાદ ફરી EDની ઓફિસ પહોંચ્યા રોબર્ટ વાડ્રા

નવી દિલ્હી: લંડનમાં કથિત રીતે ગેરકાયદેસર સંપત્તિ ધરાવવાના મુદ્દે મની લોન્ડરિંગ સંલગ્ન એક મામલામાં ઈડી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની આજે ફરીથી એકવાર પૂછપરછ કરી. વાડ્રાના વકીલ ઈડીની ઓફિસ પહોંચી ગયા હતાં. જો કે લંચ બ્રેક માટે  રોબર્ટ વાડ્રા ત્યારબાદ બહાર નીકળ્યા હતાં. હવે પાછા તેઓ ઈડીની ઓફિસ પહોંચી ગયા છે.  અત્રે જણાવવાનું કે મની લોન્ડરિંગના આ મામલામાં બુધવારે રોબર્ટ વાડ્રાની લગભગ સાડા પાંચ કલાક સુધી પૂછપરછ થઈ હતી. સૂત્રોના જણાવ્યાં અનુસાર જોઈન્ટ ડાઈરેક્ટર અને 2 ડેપ્યુટી ડાઈરેક્ટરોના નેતૃત્વમાં ટીમે આજે વાડ્રાની પૂછપરછ કરી હતી. આ બાજુ ઈડીએ રોબર્ટ વાડ્રાને 12 ફેબ્રુઆરીના રોજ જયપુર સ્થિત તેમની ઓફિસમાં હાજર થવાનું પણ કહ્યું છે. 

ઈડીને મળ્યા મહત્વના દસ્તાવેજ
વાડ્રા અને તેમની કંપની દ્વારા જે બેનામી સંપત્તિ મામલે સંદિગ્ધ લેવડદેવડ થઈ છે તે અંગે ઈડીને મહત્વના દસ્તાવેજો મળી આવ્યાં છે. આ દસ્તાવેજોને લઈને આજે રોબર્ટ વાડ્રાની પૂછપરછ થઈ શકે છે. આ દસ્તાવેજોમાં આર્મ્સ ડીલર સંજય ભંડારીના સંબંધી સુમિત ચડ્ઢાના એક શંકાસ્પદ ઈમેઈલનો પણ ઉલ્લેખ છે. આ મેઈલ કેટલીક શંકાસ્પદ લેણદેણ સાથે સંલગ્ન છે. આ લેણદેણ લંડનની પ્રોપર્ટી સંબંધે હતી. વાડ્રા દ્વારા પ્રોપર્ટીમાં થનારા કામનો પણ આ દસ્તાવેજમાં ઉલ્લેખ છે.

— ANI (@ANI) February 7, 2019

વાડ્રાની ધરપકડ  કરો-સ્વામી
આ બાજુ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ રોબર્ટ વાડ્રા પર નિશાન સાધ્યું છે. તેમણે ક્હ્યું કે જો વાડ્રા તપાસમાં સહયોગ ન કરે તો તેમની ધરપકડ કરવી જોઈએ. તેમણે કહ્યું કે વાડ્રા બધુ ખોટું બોલે છે. તેમને અંદર કરવા પડશે. 

બધા સવાલોના જવાબ આપ્યા-વાડ્રાના વકીલ
આ અગાઉ શહેરની એક કોર્ટે થોડા દિવસ પહેલા જ વાડ્રાને તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનું કહ્યું હતું. પૂછપરછ બાદ તેમના વકીલ સુમન જ્યોતિ ખેતાને જણાવ્યું હતું કે વાડ્રાએ ઈડીના તમામ સવાલોના જવાબ  આપવા જોઈએ. ખેતાને મીડિયાકર્મીઓને કહ્યું કે "તેમના વિરુદ્ધ બધા ખોટા આરોપ લગાવ્યાં છે. અમે તપાસ એજન્સીની સાથે સો ટકા સહયોગ કરીશું."

મીડિયાકર્મીઓની ભીડ વચ્ચેથી થઈને વાડ્રા ગઈકાલે લગભગ 3.47 કલાકે ઈડીની ઓફિસમાં દાખલ થયા હતાં. તેમના વકીલની એક ટીમ પહેલેથી ત્યાં પહોંચી ગઈ હતી. પૂછપરછ માટે જતા પહેલા તેમણે હાજરી રજિસ્ટરમાં સહી કરી હતી. વાડ્રાએ ગેરકાયદેસર સંપત્તિ સંબંધિત આરોપોથી ઈન્કાર કર્યો છે અને આરોપ લગાવ્યો કે રાજકીય હીત સાધવા માટે તેમને 'હેરાન' કરવામાં આવી રહ્યાં છે. 

— ANI (@ANI) February 7, 2019

PMLA હેઠળ નિવેદન નોંધાયું
અધિકૃત સૂત્રોના જણાવ્યાં મુજબ 3 ઈડી અધિકારીઓની એક ટીમે વાડ્રાને લંડનની કેટલીક સંપત્તિની લેવડદેવડ, ખરીદી અને કબ્જાને લઈને એક ડઝનથી વધુ સવાલો પૂછ્યાં હતાં અને તેમનું નિવેદન પીએમએલએ હેઠળ નોંધવામાં આવ્યું. કહેવાય છે કે વાડ્રાની લંડનની એક સંપત્તિન બ્યુટીફિકેશન સંબંધે એજન્સીઓ દ્વારા મેળવાયેલા ખાસ ઈમેઈલના મામલે ફરાર અને વિવાદાસ્પદ રક્ષા ડીલર સંજય ભંડારી અને તેમના સંબંધી સુમિત ચઢ્ઢા સાથેના તેમના સંબંધો અંગે પણ પૂછપરછ કરાઈ હતી. 

લંડનમાં સંપત્તિ ખરીદવાનો આરોપ
આ મામલો લંડનમાં 12 બ્રાયનસ્ટન સ્ક્વેયર પર 19 લાખ પાઉન્ડ (જીબીપી)ની સંપત્તિની ખરીદમાં કથિત રીતે મની લોન્ડરિંગના આરોપ સંબંધિત છે. આ સંપત્તિ કથિત રીતે રોબર્ટ વાડ્રાની છે. આ તપાસ એજન્સીએ કોર્ટને એમ પણ કહ્યું હતું કે તેને લંડનની અનેક નવી સંપત્તિઓ અંગે સૂચના મળી છે જે વાડ્રાની છે. તેમા પચાસ અને ચાલીસ લાખના બે ઘર અને છ ફ્લેટ તથા અન્ય સંપત્તિઓ પણ છે. 

વાડ્રાના પત્ની પ્રિયંકા ગાંધી સફેદ લેન્ડ ક્રુઝર ગાડીમાં રોબર્ટ વાડ્રા સાથે મધ્ય દિલ્હીના જામનગર હાઉસ સ્થિત એજન્સીની ઓફિસ બહાર તેમની સાથે ગયા હતાં. આ પગલાને લોકસભા ચૂંટણી અગાઉ  કોંગ્રેસ વિરોધીઓ માટે રાજનીતિક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. વાડ્રા રાતે 9.40 વાગે તે જ કારથી ઈડી કાર્યાલયથી એકલા પાછા ફર્યા હતાં. 

રોબર્ટ વાડ્રાની પૂછપરછ અંગે એક સવાલના જવાબમાં પત્ની પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેઓ મારા પતિ છે, તેઓ મારો પરિવાર છે...હું મારા પરિવારની સાથે ઊભી છું. એમ પૂછવામાં આવ્યું કે શું આ રાજકીય બદલો છે તો તેમણે કહ્યું કે દરેકને ખબર છે કે આ બધુ કેમ થઈ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news