દિલ્હીમાં કોરોના પ્રતિબંધોમાં છૂટ, ફરી ખુલશે જિમ, સ્કૂલ અને કોલેજ, નાઇટ કર્ફ્યૂમાં પણ રાહત
Delhi New Corona Guidelines: દિલ્હીમાં હવે સ્કૂલ-કોલેજ અને જિમ ખોલવામાં આવશે. જો તમે કારમાં એકલા છો અને માસ્ક પહેર્યું નથી તો દંડ ફટકારવામાં આવશે નહીં.
Trending Photos
નવી દિલ્હીઃ Unlock In Delhi: કોરોનાના ઘટના કેસ વચ્ચે દિલ્હીમાં આજે ડીડીએમની બેઠક થઈ હતી, જેમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. દિલ્હીમાં હવે સ્કૂલ-કોલેજ અને જિમ ખોલી દેવામાં આવશે. જો કારમાં એક વ્યક્તિ સફર કરી રહ્યો હતો અને માસ્ક નહીં પહેર્યું હોય તો દંડ લાગશે નહીં. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠક બપોરે 12 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ હતી. તેમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
દિલ્હીમાં લેવાયા મહત્વના નિર્ણય
- 7 ફેબ્રુઆરીથી કોલેજ અને કોલિંચ ઇન્સિટ્યુટ નિયમોની સાથે ખોલવામાં આવશે. તેમાં હવે ઓનલાઇન ક્લાસ થશે નહીં.
- તબક્કાવાર રીતે સ્કૂલ ખોલવામાં આવશે. પહેલાં 7 ફેબ્રુઆરીથી ધોરણ-9થી લઈને 12 સુધીની શાળા ખોલવામાં આવશે. પરંતુ તે માટે ઓનલાઇન ક્લાસો પણ જારી રહેશે.
- 14 ફેબ્રુઆરીથી નર્સરીથી ધોરણ 8 સુધીના બાળકો માટે શાળાઓ પણ ખોલવામાં આવશે. આ વર્ગોના શિક્ષકોને સંપૂર્ણ રસી આપવામાં આવશે તો જ તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ UP Election 2022: ગોરખપુરમાં બોલ્યા શાહ- વિપક્ષ ગમે એટલી મહેનત કરે, ભાજપને 300થી વધુ સીટો મળશે
- દિલ્હીમાં અત્યારે નાઇટ કર્ફ્યુ ચાલુ રહેશે. જો કે હવે તેનો સમય બદલીને 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ હવે 11 વાગ્યા સુધી ખુલી શકશે. અગાઉ તેમને માત્ર 10 વાગ્યા સુધી જ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી.
- હવે તમામ ઓફિસો 100 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. નિયમો સાથે હવે જીમ, સ્પા અને સ્વિમિંગ પુલ પણ ખોલી શકાશે. જો કારમાં માત્ર એક જ વ્યક્તિ સવાર હોય, તો તેણે માસ્ક પહેરવાની જરૂર રહેશે નહીં, તેને છૂટ આપવામાં આવી છે.
- DDMA ની બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં તેમણે કહ્યુ કે, દિલ્હીમાં હવે ઝડપથી કેસ ઘટી રહ્યાં છે. તેવામાં સરકારે નિર્ણય લીધો છે કે હવે પ્રતિબંધોમાં છૂટ આપવી જોઈએ, જેથી બધાનો રોજગાર ચાલતો રહે અને લોકોએ ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે.
- મનીષ સિસોદિયાએ કહ્યુ કે, જો કોરોનાની સ્થિતિમાં સુધાર જોવા મળે છે તો પછી બાકીના પ્રતિબંધો પર પણ નિર્ણય લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે