મહારાષ્ટ્રમાં હવે અવાજથી થશે કોરોનાની તપાસ, આદિત્ય ઠાકરેએ કહ્યું- સાહિત થઈ ગઈ નવી ટેકનીક


મહારાષ્ટ્ર સરકાર કોરોના ટેસ્ટિંગ માટે એક નવી ટેકનીકનો ઉપયોગ કરવા જઈ રહી છે. આ ટેકનીકથી અવાજથી કોરોનાની તપાસ થશે. 
 

મહારાષ્ટ્રમાં હવે અવાજથી થશે કોરોનાની તપાસ, આદિત્ય ઠાકરેએ કહ્યું- સાહિત થઈ ગઈ નવી ટેકનીક

મુંબઈઃ દેશમાં કોરોનાના મામલા ઝડપથી વધી રહ્યાં છે. મહારાષ્ટ્ર સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્યમાં ટોપ પર છે. મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. હવે મહારાષ્ટ્ર સરકાર કોરોના ટેસ્ટિંગ માટે એક નવી ટેકનીકનો ઉપયોગ કરવા જઈ રહી છે. આ ટેકનિક બાદ અવાજથી કોરોનાનો ટેસ્ટ થઈ જશે. 

આવુ અમે નહીં ખુદ શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યુ છે. આદિત્યએ ટ્વીટર પર આ વિશે જાણકારી આપી છે. આદિત્ય ઠાકરેએ ટ્વીટ કર્યું, 'બીએમસી અવાજના નમૂનાનો ઉપયોગ કરીને AI-આધારિત કોવિડ ટેસ્ટિંગનું એક પરીક્ષણ કરશે. આરટી-પીસીઆર ટેસ્ટિંગ પણ ચાલુ રહેશે. પરંતુ દુનિયાભરમાં ટેસ્ટ કરવામાં આવેલી ટેકનીક સાબિત કરે છે કે મહામારીમાં આપણે આપણા સ્વાસ્થ્યના માળખામાં ટેકનીકના ઉપયોગથી વસ્તુને અલગ રીતે જોવા અને વિકસિત કરવામાં મદદ કરી છે.'

capture_080920042345.jpg

મહારાષ્ટ્રમાં કોરોનાને અટકાવવા માટે સરકાર સતત નવા પગલા ભરી રહી છે. તેવામાં વોયસ ટેમ્પલથી ટેસ્ટિંગ પણ એક નવું પગલું છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર વાત કરીએ તો શનિવારે 11 હજાર 81 દર્દીઓ સાજા થયા છે. ત્યારબાદ રિકવર થનારનો આંકડો 3 લાખ 38 હજાર 262 થઈ ગયો છે. 

રાજસ્થાનઃ અશોક ગેહલોત બોલ્યા- ભાજપમાં ભાગલા પડી ગયા, જીત અમારી થશે  

શનિવાર સુધી મહારાષ્ટ્રમાં રિકવરી રેટ 67.26 ટકા હતો અને 12 હજાર 822 નવા કેસ આવ્યા હતા. કોરોનાથી 275 લોકોના મૃત્યુ થયા છે. 26 લાખ 47 હજાર સેમ્પલમાંથી 5 લાખ 3 હજાર સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. પ્રદેશમાં અત્યાર સુધી આશરે 10 લાખ લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news