Jammu Kashmir: ગ્રાહકના વેશમાં આતંકી બેંકમાં ઘૂસ્યો અને બેંક મેનેજર પર ફાયરિંગ કર્યું, ટાર્ગેટ કિલિંગનો ચોંકાવનારો Video
CCTV Footage of Target Killing: જમ્મુ અને કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધતી જાય છે. આજે પણ કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ એક બેંક મેનેજરની બેંકમાં ઘૂસીને હત્યા કરી નાખી. ટાર્ગેટ કિલિંગની આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે.
Trending Photos
CCTV Footage of Target Killing: જમ્મુ અને કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધતી જાય છે. આજે પણ કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ એક બેંક મેનેજરની બેંકમાં ઘૂસીને હત્યા કરી નાખી. ટાર્ગેટ કિલિંગની આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે આતંકી બેંકમાં ઘૂસ્યો અને ફાયરિંગ કર્યું.
કાશ્મીર ખીણના કુલગામના મોહનપોરામાં Ellaqie Dehati Bank માં આતંકી ગ્રાહકના વેશમાં ઘૂસ્યો અને પછી આમતેમ નજર ફેરવીને તેણે તક મળતા જ બેંક મેનેજર પર ફાયરિંગ કર્યું અને પછી ભાગી ગયો. ટાર્ગેટ કિલિંગની ઘટનામાં જોઈ શકાય છે કે આતંકીઓ આ રીતે સામાન્ય નાગરિકોના વેશમાં ફરે છે અને પછી આવી ઘટનાઓને અંજામ આપે છે. ટાર્ગેટ કિલિંગની આ ઘટનાઓ લોકોમાં દહેશત પેદા કરી રહી છે.
#ZeeEXCLUSIVE: कुलगाम में टारगेट किलिंग का #CCTV वीडियो आया सामने, ग्राहक बनकर बैंक में घुसा आतंकी और बैंक मैनेजर पर दागी गोलियां #Kashmir #TargetKilling @Chandans_live #LiveUpdates - https://t.co/asaJAvmeIt pic.twitter.com/w3FkjTyPZn
— Zee News (@ZeeNews) June 2, 2022
એક મહિનામાં 8મું ટાર્ગેટ કિલિંગ
અત્રે જણાવવાનું કે આ ઘટના એક જ મહિનામાં ટાર્ગેટ કિલિંગની આઠમી ઘટના છે. આતંકીઓએ હાલમાં અભિનેત્રી, શિક્ષિકા, બેંક મેનેજરને પોતાના શિકાર બનાવ્યા. વિજયકુમારની હત્યા પહેલા 31 મેના રોજ મહિલા શિક્ષક કાશ્મીરી પંડિત રજનીબાળાની હત્યા થઈ. તે પહેલા 25મી મેના રોજ ટીવી અભિનેત્રી અમરિન ભટ્ટની આતંકીઓએ હત્યા કરી. 24મી મેના રોજ મુદસ્સિર અહેમદ, 12મીએ રાહુલ ભટ્ટ અને રિયાઝ અહેમદ ઠાકોરની હત્યા કરી નાખી.
ટાર્ગેટ કિલિંગ પર સરકારનો નિર્ણય
અત્રે જણાવવાનું કે કાશ્મીર ઘાટીમાં વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા હિન્દુ કર્મચારીઓને ટાર્ગેટ કિલિંગથી બચાવવા માટે પ્રદેશના એલજી મનોજ સિન્હાએ બુધવારે અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી. જેમાં સેનાના ટોપ ઓફિસર, પોલીસ અને વહિવટીતંત્રના અધિકારીઓ સામેલ થયા. બેઠકમાં કાશ્મીરી હિન્દુઓને બચાવવા માટે મોટો નિર્ણય લેવાયો.
સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ પેકેજ હેઠળ સરકારી નોકરી કરવા માટે કાશ્મીર ઘાટીમાં પાછા ફરેલા હિન્દુઓને ટાર્ગેટ કિલિંગથી બચાવવા માટે તેમની તૈનાતી હવે જિલ્લા મુખ્યાલયો પર કરાશે. અહીં તે કર્મચારીઓની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા પણ કરાશે. આ સાથે જ તેમના રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને એકદમ ફૂલપ્રૂફ સુરક્ષા વ્યવસ્થા અપાશે. આવા હિન્દુ કર્મચારીઓને હવે તહસીલો કે રિમોટ એરિયાની ડ્યૂટીમાંથી હટાવી દેવાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે