મમતાના મંચ પર બોલ્યા અખિલેશ, ‘સપા-બસપા ગઠબંધનથી દેશમાં ખુશીનો માહોલ, પરંતુ...’

સામાન્ય લોકોનો સાથ લઇને વિપક્ષી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. જ્યારે ભાજપે સીબીઆઇ અને ઇડીની સાથે ભાગીદારી કરી છે. સપા પ્રમુખ રેલીમાં મંચ પર બસપાના મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાની બાજુમાં બેઠા હતા.

મમતાના મંચ પર બોલ્યા અખિલેશ, ‘સપા-બસપા ગઠબંધનથી દેશમાં ખુશીનો માહોલ, પરંતુ...’

કોલકાતા: સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે શનિવારે કહ્યું કે સપા અને બસપાના જોડાવવાથી દેશમાં ખુશીનો માહોલ ઉભો થયો છે અને તેનાથી ચિંતિત થઇ ભાજપ ઉત્તર પ્રદેશમાં એક-એક સીટ જીતવાની રાજનીતી તૈયાર કરવા માટે બેઠક કરી રહી છે.

વિપક્ષની રેલીનું સંબોધન કરતા અખિલેશ યાદવે પ્રધાનમંત્રી પદના ઉમેદવારને લઇને વિપક્ષી પાર્ટીથી સવાલ કરવા પર ભાજપ પાસે જવાબ માગ્યો છે. અખિલેશ યાદવે કહ્યું કે તેઓ પૂછે છે કે, વિપક્ષી પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર કોણ છે. અમારૂ કહેવું છે કે અમારી તરફથી લોકો પ્રધાનમંત્રી પદના ઉમેદવારનો નિર્ણય કરશે. પરંતુ તેમની તરફથી આ નામે (નરેન્દ્ર મોદી) દેશને નિરાશ કર્યો છે. તમારું બીજુ નામ કોનું છે?

તેમણે કહ્યું કે સામાન્ય લોકોનો સાથ લઇને વિપક્ષી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. જ્યારે ભાજપે સીબીઆઇ અને ઇડીની સાથે ભાગીદારી કરી છે. સપા પ્રમુખ રેલીમાં મંચ પર બસપાના મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાની બાજુમાં બેઠા હતા. મિશ્રાએ બસપાના પ્રધિનિધિના રૂપમાં રેલીમાં ભાગીદારી કરી છે. રાલોદ પ્રમુખ અજિત સિંહ અને તેમના પુત્ર જયંત ચૌધરી પણ મંચ પર હાજર હતા.

અખિલેશ યાદવે કહ્યું કે દેશભરમાં લોકો નવા વર્ષના આગમનની ઉજવણી મનાવી રહ્યા છે અને નવા પ્રધાનમંત્રીની સાથે તેમની આ ખુશી વધી ગઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news