કોરોનાનો સામનો કરવા માટે ગૌતમ ગંભીરે દિલ્હી સરકારને આપી આ 5 ટિપ્સ

દિલ્હીમાં સતત ઝડપથી કોરોનાના કેસ વધતા દિલ્હીવાસીઓની ચિંતા વધારી દીધી છે. આ વચ્ચે ભાજપ નેતા ગૌતમ ગંભીરે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ને સલાહ આપી છે કે, તેઓ રાજ્યમાં 5 બાબતો તાત્કાલીક ધોરણે લાગુ કરે. જેનાથી કોરોના (Coronavirus)ના વધતા કેસની ગતી ઘટી શકે છે.
કોરોનાનો સામનો કરવા માટે ગૌતમ ગંભીરે દિલ્હી સરકારને આપી આ 5 ટિપ્સ

નવી દિલ્હી: દિલ્હીમાં સતત ઝડપથી કોરોનાના કેસ વધતા દિલ્હીવાસીઓની ચિંતા વધારી દીધી છે. આ વચ્ચે ભાજપ નેતા ગૌતમ ગંભીરે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ને સલાહ આપી છે કે, તેઓ રાજ્યમાં 5 બાબતો તાત્કાલીક ધોરણે લાગુ કરે. જેનાથી કોરોના (Coronavirus)ના વધતા કેસની ગતી ઘટી શકે છે.

ગૌતમે એક ટ્વીટમાં લખ્યું હતું- 'દિલ્હીને બચાવવા મુખ્યમંત્રી આ બાબતોને તાત્કાલિક લાગુ કરો.' તેમણે દિલ્હી સરકારને સલાહ આપી કે કોરોના દર્દીઓ માટે એમસીડી હોલ અને સંભાળ કેન્દ્રોનો ઉપયોગ કરવામાં આવે અને ગરીબોને એમ્બ્યુલન્સની સુવિધા આપવામાં આવે.

1. Cap COVID treatment charges by Pvt Hospitals

2. Use MCD Halls & Care Centres for quarantining

3. Allow RWAs to set up isolation rooms

4. Have pvt ambulances for poor patients

5. Strict action for mishandling dead bodies

— Gautam Gambhir (@GautamGambhir) June 13, 2020

ગૌતમ ગંભીરએ આ 5 મુદ્દાનો અમલ કરવા જણાવ્યું-

  1. ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે મહત્તમ ફી નિર્ધારિત થવી જોઈએ.
  2. ક્વોરન્ટાઈન માટે એમસીડી હોલ અને સંભાળ કેન્દ્રોનો ઉપયોગ થવો જોઈએ.
  3. RWAsને આઇસોલેશન રૂમ બનાવવાની મંજૂરી આપવી જોઈએ.
  4. ગરીબ દર્દીઓ માટે એમ્બ્યુલન્સ સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ.
  5. મૃતદેહોની જાળવણી અંગે કડક પગલાં લેવા જોઈએ.

આ પણ વાંચો:- કોરોના સંક્ટ: PM મોદીની અધિકારીઓને સૂચના- રાજ્યો સાથે વાત કરી તૈયાર કરે ઇમરજન્સી પ્લાન

તમને જણાવી દઇએ કે દેશની રાજધાનીમાં કોરોના વાયરસના કેસો બેકાબૂ બની રહ્યા છે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 40 હજારની નજીક પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોવિડ -19ના કુલ 36,824 કેસ નોંધાયા છે. ત્યારે મૃત્યુઆંક વધીને 1,214 પર પહોંચી ગયો છે. હાલમાં રાજ્યમાં 13,398 કોરોના દર્દીઓ પણ સાજા થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news