બાપ રે બાપ, આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું

ડીઈઓ સાહેબના ત્યાંથી એટલી બધી રકમ મળી છે કે બેડ પર બસ નોટોના બંડલો જ જોવા મળી રહ્યા છે. આ  કેશ ગણવા માટે મશીન મંગાવવામાં આવી છે. 

બાપ રે બાપ, આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું

બિહારના બેતિયા જિલ્લામાં શિક્ષણ અધિકારીના ઘરમાંથી કાળી કમાણી મળી આવી છે.તપાસમાં નોટોનો એટલા બંડલ મળી આવ્યા કે અધિકારીઓને ગણતરી કરવામાં પરસેવો છૂટી ગયો... ત્યારે કોણ છે આ શિક્ષણ અધિકારી? વિજિલન્સની તપાસમાં કેટલાં પૈસા મળ્યા? જોઈશું આ અહેવાલમાં...

બિહારના બેતિયામાં જિલ્લા શિક્ષણાધિકારી રજનીકાંત પ્રવીણના ઘરે વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા જેમાં અધિકારીઓને એટલા રૂપિયા મળ્યા કે તેને ગણવા માટે મશીન મંગાવવાની ફરજ પડી.  વિજિલન્સની ટીમે કેટલાં પૈસા જપ્ત કર્યા તેનો સત્તાવાર આંકડો સામે આવ્યો નથી પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે રજનીકાંત પ્રવીણના ઘરેથી 2 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે. આ સિવાય સોનું-ચાંદી પણ મળ્યું હોવાના સમાચાર છે.  

ત્યારે કોણ છે રજનીકાંત પ્રવીણ તે પણ જાણી લો. રજનીકાંત પ્રવીણ જિલ્લા શિક્ષણાધિકારી છે. તે છેલ્લાં 3 વર્ષથી બેતિયામાં પોસ્ટેડ હતા. તેમની સામે આવક કરતાં વધુ સંપત્તિ હોવાની ફરિયાદ મળી હતી. તેમણે સ્કૂલમાં બેંચ, ડેસ્ક અને સબમર્સિબલ પાઈપના કામમાં ગોટાળો કર્યો હતો. તેમણે આ કામ માટે પોતાના ઓળખીતા લોકોને ટેન્ડર આપ્યું હતું.

હાલ તો વિજિલન્સની ટીમ રજનીકાંત પ્રવીણ સામે તપાસ કરી રહી છે... કેશકાંડમાં બીજા ખુલાસા પણ થઈ શકે છે... ત્યારે એ જોવાનું રહેશે કે આ મામલામાં વિજિલન્સની તપાસ ક્યાં જઈને અટકે છે?

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news