ઓ બાપ રે! તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં માછલીનું તેલ, રિપોર્ટમાં મોટો ખુલાસો
Animal Fat And Fish Oil in Tirupati Laddoos: હિંદુઓના આસ્થાના કેન્દ્ર એવા તિરુપતિ તિરુમાલા મંદિરના પ્રસિદ્ધ લાડુ ભગવાનને અર્પણ અને પ્રસાદને લાયક નથી. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ટેસ્ટ રિપોર્ટમાં એવો સનસનીખેજ ખુલાસો થયો છે કે આ લાડુમાં બીફ ફેટ અને ફિશ ઓઈલ સહિત આવા અનેક પદાર્થ મળી આવ્યા છે
Trending Photos
Tirumala Tirupati Laddus: વિશ્વાસમાં ન આવે તેવી ઘટના બની છે. દુનિયાભરના કરોડો હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર આંધ્રપ્રદેશ સ્થિત તિરુપતિ તિરુમાલા મંદિરને લઈને અત્યંત ચોંકાવનારા સમાચાર આવ્યા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુના ગંભીર આરોપ બાદ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ટેસ્ટ રિપોર્ટમાં કન્ફર્મ થયું છે કે, પ્રસિદ્ધ મંદિરમાં મળતા લાડુઓમાં ભેળસેળ કરવામા આવી છે. તેમાં બીફ ફેટ અને ફિશ ઓઈલ સહિત અનેક દૂષિત વસ્તુઓ મળી આવી છે.
તિરુપતિના લાડુ અને અન્નદાનમના સેમ્પલની તપાસમાં મોટો ખુલાસો
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો થયો છે કે, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) દ્વારા સંચિલાત તિરુપતિ શ્રી વેંકટેશ્વર મંદિરના લાડુનો પ્રસાદ બનાવવામાં માછલીનું તેલ, બીફ અને ચરબીનો ઉપયોગ કરાયો છે. બોર્ડના રિપોર્ટમાં તિરુપતિ મંદિરના લાડુ અને અન્નદાનમના સેમ્પલના રિપોર્ટમાં આ મોટો ખુલાસો થયો છે. ભગવાનના ચઢાવ્યા બાદ આ લાડુઓનું વિતરણ શ્રદ્ધાળુઓની વચ્ચે પ્રસાદ તરીકે કરવામાં આવે છે. તેનું મોટાપાયે વેચાણ પણ થાય છે.
રાજકીય માહોલ ગરમાયો
તિરુપતિ મંદિરમાં લાડુના પ્રસાદ પર રાજકીય માહોલ ગરમાયો છે. સીએમ ચંદ્રબાબુ નાયડુએ બુધવારે એનડીએ વિધાનસભ્ય દળની બેઠકમાં અગાઉની વાયએસઆરસીપી સરકાર પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે અગાઉની સરકારે વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ લાડુ, પવિત્ર મીઠાઈ બનાવવા માટે હલકી ગુણવત્તાવાળા ઘટકો અને પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કર્યો હતો.
‘વાયએસઆર કોંગ્રેસે તિરુમાલાની પવિત્રતાને કલંકિત કરી’
તેમણે કહ્યું હતું કે, “છેલ્લા પાંચ વર્ષમાં YSR કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ તિરુમાલાની પવિત્રતાને કલંકિત કરી રહી છે. તેઓએ ‘અન્નદાનમ’ (મફત ખોરાક)ની ગુણવત્તા સાથે સમાધાન કર્યું અને ઘીને બદલે પ્રાણીની ચરબીનો ઉપયોગ કરીને પવિત્ર તિરુમાલા લાડુને પણ દૂષિત કર્યા. આ ઘટસ્ફોટથી ચિંતા વધી છે. જોકે હવે આપણે શુદ્ધ ઘીનો ઉપયોગ કરીએ છીએ. અમે TTD ની પવિત્રતાનું રક્ષણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. IT મંત્રી નારા લોકેશે પણ સોશિયલ મીડિયા પર આ મુદ્દે તત્કાલીન જગન મોહન રેડ્ડી પ્રશાસન પર નિશાન સાધ્યું હતું.
YSR કોંગ્રેસનો વળતો પ્રહાર, નાયડુને શપથ લેવા પડકાર ફેંક્યો
બીજી તરફ, વાયએસઆર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અને ટીટીડી (તિરુમાલા મંદિરનું સંચાલન કરનાર બોર્ડ)ના ભૂતપૂર્વ અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ જવાબમાં કહ્યું કે ભક્તોની શ્રદ્ધા મજબૂત કરવા હું અને મારો પરિવાર તિરુમાલા પ્રસાદ અર્પણ કરીએ છીએ. ભગવાન માટે સાક્ષી તરીકે શપથ લેવા તૈયાર છે. પરંતુ શું નાયડુ પણ પરિવાર સાથે શપથ લેવા તૈયાર છે?
તિરુપતિ મંદિરનો લાડુ પ્રસાદ હજુ પણ તપાસ અને વિવાદમાં છે
તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદને YSRCP શાસન દરમિયાન તપાસ અને વિવાદનો સામનો કરવો પડ્યો હતો. આમાં ટીડીપીએ ઘણીવાર તેની ગુણવત્તામાં કરવામાં આવેલા કથિત ગંભીર સમાધાનની ટીકા કરી હતી. TTD એ તાજેતરમાં ડેરી નિષ્ણાતો સાથે પરામર્શ કરીને આંતરિક મૂલ્યાંકન હાથ ધર્યું હતું અને જાણવા મળ્યું હતું કે ગુણવત્તાયુક્ત ઘી “શ્રીવારી લાડુ” ના સ્વાદને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. TTD પાસે યોગ્ય પ્રયોગશાળાઓ ન હતી અને ખાનગી પ્રયોગશાળાઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘીની ગુણવત્તાનું યોગ્ય પરીક્ષણ કર્યું ન હતું.
ટીટીડીએ તાજેતરમાં ઘીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે નવી સંવેદનાત્મક ધારણા પ્રયોગશાળાની સ્થાપના કરી છે. આ ઉપરાંત તે મૈસૂરમાં સ્થિત ગુણવત્તાયુક્ત તાલીમ સંસ્થામાં તેના કર્મચારીઓને તાલીમ પણ આપી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે