અરુણાચલ: દુર્ઘટનાગ્રસ્ત AN-32 વિમાનમાં સવાર તમામ 13 લોકોના મૃતદેહ મળી આવ્યાં

અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં ભારતીય વાયુસેનાના દુર્ઘટનાગ્રસ્ત થયેલા માલવાહક વિમાન AN-32માં સવાર વાયુસેનાના તમામ 13 જવાનોના મોત થયા છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ વિમાનના કાટમાળ સુધી પહોંચેલી રેસ્ક્યુ ટીમે આ વાતને સમર્થન આપી દીધુ છે. આ દુ:ખદ અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકોના પરિજનોને તેની સૂચના આપી દેવાઈ છે. તમામ 13 લોકોના મૃતદેહો મેળવી લેવાયા છે અને તેમને લાવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરાશે. 
અરુણાચલ: દુર્ઘટનાગ્રસ્ત AN-32 વિમાનમાં સવાર તમામ 13 લોકોના મૃતદેહ મળી આવ્યાં

નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં ભારતીય વાયુસેનાના દુર્ઘટનાગ્રસ્ત થયેલા માલવાહક વિમાન AN-32માં સવાર વાયુસેનાના તમામ 13 જવાનોના મોત થયા છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ વિમાનના કાટમાળ સુધી પહોંચેલી રેસ્ક્યુ ટીમે આ વાતને સમર્થન આપી દીધુ છે. આ દુ:ખદ અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકોના પરિજનોને તેની સૂચના આપી દેવાઈ છે. તમામ 13 લોકોના મૃતદેહો મેળવી લેવાયા છે અને તેમને લાવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરાશે. 

આ અગાઉ 15 સભ્યોની રેસ્ક્યુ ટીમ ગુરુવારે સવારે વિમાનના કાટમાળ સુધી પહોંચી હતી. કાટમાળની તપાસમાં ક્રુ મેમ્બર્સમાંથી કોઈ પણ સભ્ય જીવિત ન મળ્યો. મળતી માહિતી મુજબ દુર્ઘટનાસ્થળેથી તમામ 13 લોકોના મૃતદેહો અને એએન32 વિમાનનું બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. મૃતદેહોને અરુણાચલ પ્રદેશથી લાવવા માટે હેલિકોપ્ટર્સનો ઉપયોગ કરાશે. આ અગાઉ વિમાનના કાટમાળ સુધી પહોંચવા માટે બુધવારે એક 15 સભ્યોની ખાસ ટીમને હેલિડ્રોપ કરાઈ હતી. આ ટુકડીમાં એરફોર્સ, આર્મીના જવાનો અને પર્વતારોહકો સામેલ હતાં. 

રેસ્ક્યુ ટીમને પહેલા એરલિફ્ટ કરીને કાટમાળ પાસે લઈ જવાઈ અને ત્યારબાદ તેમને હેલિડ્રોપ કરાયા. આ અગાઉ મંગળવારે ભારતીય વાયુસેનાને ગુમ થયેલા વિમાન AN-32નો કાટમાળ અરુણાચલના સિયાંગ જિલ્લામાં જોવા મળ્યો હતો. દુર્ઘટનાવાળો વિસ્તાર ખુબ ઊંચાઈએ અને ગાઢ જંગલો વચ્ચે છે. આવામાં વિમાનના કાટમાળ સુધી પહોંચવાનું કામ ખુબ પડકારભર્યુ હતું. 

જુઓ LIVE TV

અકસ્માતમાં માર્યા ગયેલા લોકોનું સૂચિ
દુર્ઘટનામાં માર્યા ગયેલા 13 લોકોમાં 6 અધિકારીઓ અને 7 એરમેન છે. માર્યા ગયેલા લોકોમાં નીચેના લોકોનો સમાવેશ થાય છે. 

1. વિંગ કમાન્ડર જીએમ ચાર્લ્સ
2. સ્ક્વોડ્રન લીડર એચ વિનોદ
3. ફ્લાઈટ લેફ્ટેનન્ટ આર થાપા
4. ફ્લાઈટ લેફ્ટેનન્ટ એ તંવર
5. ફ્લાઈટ લેફ્ટેનન્ટ એસ મોહંતી
6. ફ્લાઈટ લેફ્ટેનન્ટ એમ કે ગર્ગ
7. વોરંટ ઓફિસર કે કે મિશ્રા,
8. સાર્જન્ટ અનુપકુમાર
9. કોરપોરલ શેરિન
10. લીડ એરક્રાફ્ટ મેન એસ કે સિંહ
11. લીડ એરક્રાફ્ટ મેન પંકજ
12. નોન કોમ્બટેન્ટ કર્મચારી પુતાલી
13 નોન કોમ્બટેન્ટ કર્મચારી રાજેશકુમાર 

ઈસ્ટ અરુણાચલ પ્રદેશની પહાડીઓ ખુબ જ રહસ્યમયી
રેસક્યુ ટીમને દુર્ઘટનાસ્થળે પહોંચવા માટે ખુબ મથામણ કરવી પડી. અત્રે જણાવવાનું કે ઈસ્ટ અરુણાચલ પ્રદેશની પહાડીઓ ખુબ જ રહસ્યમયી ગણાય છે. અહીં અગાઉ અનેક એવા વિમાનોનો કાટમાળ મળી આવ્યો છે જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગુમ થયા હતાં. જે જગ્યાએ પર એએન-32 વિમાનનો કાટમાળ મળી આવ્યો તે 12000 ફૂટની ઊંચાઈ પર છે. 

અલગ અલગ રિસર્ચ મુજબ આ વિસ્તારના આકાશમાં ખુબ વધુ ટર્બુલન્સ અને 100 મીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાતો પવન અહીંની ઘાટીઓના સંપર્કમાં આવતા એવી સ્થિતિ પેદા કરે છે કે અહીં ઉડાણ મુશ્કેલ થઈ જાય છે. અહીંની ઘાટીઓ અને ગાઢ જંગલોમાં કોઈ પણ વિમાનના કાટમાળની શોધ કરવી એક એવું મિશન બની જાય છે કે જેને પૂરા થવામાં ક્યારેક વર્ષો વીતી જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news