COVID-19: પશ્ચિમ બંગાળ મૃત્યઆંક વધીને 160 પહોંચ્યો, આ રાજ્યમાં 55 હજાર લોકો નિરીક્ષણ હેઠળ
Trending Photos
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં કોવિડ -19થી વધુ 7 લોકોના મોત થવાની સાથે રાજ્યમાં અત્યારસુધીમાં આ મહામારીથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 160 સુધી પહોંચી ગઈ છે. ત્યારે સક્રમણના નવા 115 કેસ સામે આવવાની સાથે કુલ સંખ્યા વધીને 2,576 થઈ ગઈ છે. ગૃહ સચિવ અલ્પન બંદોપાધ્યાયે શનિવારે આ માહિતી આપી.
ગૃહ સચિવે જણાવ્યું હતું કે, શુક્રવારથી કોવિડ -19 ના ઓછામાં ઓછા 115 નવા કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધીમાં સંક્રમણના કુલ 2,576 કેસની પુષ્ટિ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજથી વિવિધ હોસ્પિટલોમાંથી 63 લોકોને રજા આપવામાં આવી હતી. રાજ્યમાં, કોવિડ -19 ના 1,452 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:- PM મોદીએ ટ્રંપનો માન્યો આભાર, કહ્યું- દુનિયાને Covid-19થી મુક્ત કરવા સાથે કામ કરવું જરૂરી
શનિવારે મુંબઇમાં કોરોના વાયરસ સંક્રમણના 884 નવા કેસો સાથે કુલ કેસ વધીને 18,396 થયા છે. શહેરમાં વધુ 41 કોવિડ -19 દર્દીઓનાં મોત નીપજતાં કુલ મૃત્યુઆંક 696 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં પણ આજે કોવિડ -19ના નવા 1,057 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 10,989 લોકોને કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. મહામારીના કારણે વધુ 19 લોકોના મોત થયા છે આ સાથે મૃત્યુઆંક વધીને 625 પર પહોંચી ગયા છે.
કેરળમાં સર્વેલન્સ હેઠળ લગભગ 55 હજાર
કેરળમાં શનિવારે 11 લોકોને કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થતાં રાજ્યમાં કોવિડ -19 દર્દીઓની સંખ્યા વધીને 87 થઈ ગઈ છે. તે જ સમયે, રાજ્યમાં લગભગ 55 હજાર લોકોને નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન ચાર લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 497 લોકો સ્વસ્થ થયા છે અને કોવિડ -19થી ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. કેરળમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણના 587 કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે