Mamata Banerjee ના ડાબા પગનું હાડકું તૂટ્યું, સામે આવ્યો X-ray રિપોર્ટ

પશ્વિમ બંગાળ (West Bengal) ની સીએમ મમતા બેનર્જી (Mamata Banerjee) પર નંદીગ્રામમાં થયેલા કથિત હુમલા (Nandigram Attack) માં તેમના ડાબા પગનું હાડકું તૂટી ગયું છે. એક્સ-રે રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે.

Mamata Banerjee ના ડાબા પગનું હાડકું તૂટ્યું, સામે આવ્યો X-ray રિપોર્ટ

નવી દિલ્હી: પશ્વિમ બંગાળ (West Bengal) ની સીએમ મમતા બેનર્જી (Mamata Banerjee) પર નંદીગ્રામમાં થયેલા કથિત હુમલા (Nandigram Attack) માં તેમના ડાબા પગનું હાડકું તૂટી ગયું છે. એક્સ-રે રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. આ દરમિયાન જાણકારી મળી છે કે TMC સુપ્રીમો પર હુમલાની ફરિયાદ કરવા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના 6 સાંસદ શુક્રવારે દિલ્હી આવીને ચૂંટણી પંચ (Election Commission) સાથે મુલાકાત કરશે. 

ટીએમસી નેતા ફરહાદ હકીમે જણાવ્યું કે 'અમારા સાંસદ આવતીકાલે સૌગાત રોય (Saugata Roy) ના નેતૃત્વમાં ECI જઇ રહ્યા છે. તપાસની માંગ કરવા માટે. ભાજપના એક સાંસદે કહ્યું હતું કે 10 તારીખની રાહ જુઓ. ત્યારબાદ ADG (લો એન્ડ ઓર્ડર) અને  DG તેમના પદો પરથી દૂર કરવામાં આવશે. જે સમયે મમતા બેનર્જી પર હુમલો થયો ત્યારે ત્યાં ભીડને કાબૂ કરવા માટે કોઇ પોલીસ અથવા MGMT ન હતી? આ બધાની તપાસ થવી જોઇએ. 

મમતા બેનર્જીના ડાબા પગનો એક્સ-રે રિપોર્ટ

વ્હીલ ચેર પર બેસીને ચૂંટણી પ્રચાર
આ દરમિયાન મમતા બેનર્જી હોસ્પિટલમાંથી એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તે ટીએમસી સમર્થકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી રહી છે. તેમણે કહ્યું કે 'હું આગામી થોડા દિવસોમાં સ્વસ્થ થઇને હોસ્પિટલમાંથી પરત ફરીશ અને ચૂંટણી ક્ષેત્રોનો પ્રવાસ કરીશ. આ દરમિયાન જો જરૂર પડશે તો વ્હીલ ચેરનો ઉપયોગ પણ કરીશ.

— All India Trinamool Congress (@AITCofficial) March 11, 2021

બીજી તરફ નિંદા ફરકાવ્યા કાળા વાવટા
તો બીજી તરફ TMC નેતા પાર્થ ચેટર્જી (Partha Chatterjee) એ સીએમ મમતા બેનર્જી પર થયેલા હુમલાની નિંદા કરવા માટે કાળા વાવટા  (Black Flag) ફરકાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે શુક્રવારે બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી તમામ કાર્યકર્તા મૌન રહેશે અને કાળી પટ્ટીઓ વડે મોંઢું ઢાંકીને હુમલાની નિંદા કરશે. 

— ANI (@ANI) March 11, 2021

નંદીગ્રામમમાં મમતા પર હુમલો
બુધવારે નંદીગ્રામ સીટ પરથી ઉમેદવારી દાખલ કર્યા બાદ મમતા બેનર્જીએ પોતાના પર થયેલા હુમલાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મંદિરથી પરત ફરથી વખતે 4 થી 5 લોકોએ કારના દરવાજાને ધક્કો માર્યો. આ અકસ્માતમાં તેમનો પગ કારના દરવાજામાં ફસાય ગયો અને તેમને ઇજા પહોંચી. તેના પર સીએમ મમતાએ કહ્યું કે આ અકસ્માત નથી એક કાવતરું છે. 

વિપક્ષે આરોપોને નકારી કાઢ્યા
તો બીજી તરફ મમતાના કાવતરાના આરોપોને નકારી કાઢ્યા અને તેમને પૂછ્યું કે Z+ સુરક્ષા ઘેરામાં કેવી રીતે બહારના લોકો ઘૂસ્યા. બંગાળ ભાજપ ઉપાધ્યક્ષ અર્જુન સિંહે કહ્યું કે આ સ્ટંટના દ્રારા મમતા સહાનુભૂતિ પેદા કરવાનો પ્રયત્ન કરી રહી છે. જ્યારે આ વિશે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે મમતાએ ચૂંટણી મુશ્કેલીઓને જોતાં તેના પર પબ્લિક સ્ટંટની યોજના બનાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news