જમ્મુ-કાશ્મીર: સેનાએ LoC પર 2 ઘુસણખોરોને ઠાર માર્યા, 3 જવાન શહીદ
ઠાર મરાયેલા ઘુસણખોરને બોર્ડર એક્શન ટીમનાં સભ્ય માનવામાં આવી રહ્યા છે જેમાં પાકિસ્તાની સેનાનાં જવાન અને ટ્રેઇન્ડ આતંકવાદીઓનો સમાવેશ થાય છે
Trending Photos
જમ્મુ : જમ્મુ કાશ્મીરનાં રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર સેનાએ ઘુસણખોરનો એક નિષ્ફળ પ્રયાસ કરતા રવિવારે બે પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર કર્યા હતા. જ્યારે ઘુસણખોરોમાં ત્રણ સૈનિકો શહીદ થઇ ગયા. એક સંરક્ષણ પ્રવક્તાએ આ અંગે માહિતી આપી. એક સૈન્ય અધિકારીએ નામ નહી છાપવાની શરતે જણાવ્યું કે, મૃત્યુ પામેલા ઘુસણખોરોને બોર્ડર એક્શન ટીમ (બેટ)નાં સભ્ય માનવામાં આવી રહ્યા છે. જેમાં પાકિસ્તાની સેનાનાં જવાનો અને ટ્રેનિંગ પામેલા આતંકવાદીઓ હોય છે.
પ્રવક્તાએ જણાવ્યું કે, નિયંત્રણ રેખાનાં નજીકનાં સુંદરબાની સેક્ટરમાં સશસ્ત્ર હથિયારોથી લેસ બે ઘુસણખોરો અને સેનાની વચ્ચે આશરે 1.45 મિનિટે ભયંકર ઘર્ષણ થયું. પેટ્રોલિંગ દળોએ બે ઘુસણખોરોને ઠાર માર્યા અને બે એકે-47 રાઇફલ સહિત મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે. તેમણે જણાવ્યું કે, ઘુસણખોરોની સાથે ઘર્ષણમાં ત્રણ સૈનિકો શહીદ થઇ ગયા અને એક અન્ય સૈનિક ગંભીર રીતે ઘાયલ થઇ ગયો જેને હેલિકોપ્ટર દ્વારા ઉધમપુરનાં આર્મી કમાંડ હોસ્પિટલ લાવવામાં આવ્યા. પ્રવક્તાએ જણાવ્યું કે, ઘાયલ સૈનિકોની હલત સ્થિર હોવાનું જણાવાઇ રહ્યું છે. તેમણે જણાવ્યું કે ઘર્ષણની આસપાસનાં ક્ષેત્રને બંધ કરી દેવામાં આવ્યું છે અને શોધખોળ અભિયાન ચલાવાઇ રહ્યું છે.
Rajouri: 2 Pakistani intruders neutralised, 3 security forces lost their lives in action in Sunderbani sector along the LoC. One security personnel injured. Two AK-47 rifles have been recovered. Operation underway. #JammuAndKashmir (Visual deferred by unspecified time) pic.twitter.com/aC2a4iOz6U
— ANI (@ANI) October 21, 2018
બીજી તરફ કુલગામ ઘર્ષણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા અને છ નાગરિકોનાં મોત થઇ ગયા. ત્યાર બાદ ત્યાં થયેલા એક વિસ્ફોટમાં છ નાગરિકોનાં મોત નિપજ્યાં. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરમાં કુલગામ જિલ્લામાં લારુ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે માહિતી મળ્યા બાદ ત્યાં ઘેરો ઘાલ્યો અને શોધખોળ અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે