Fever: ડેંગ્યુ, ઝીકા અને મલેરિયાના તાવ વચ્ચે શું હોય અંતર ? જાણો બીમારીઓના લક્ષણ
Fever:આજે તમને આ ત્રણેય બીમારી વચ્ચેનું અંતર અને તેના લક્ષણો વિશે વિગતપૂર્વક જણાવીએ. આ અંગે જાણકારી મેળવ્યા પછી તમે આ બીમારીઓથી સરળતાથી બચાવ કરી શકો છો અને યોગ્ય સમયે યોગ્ય સારવાર શરૂ કરી શકો છો.
Trending Photos
Fever: ચોમાસુ શરૂ થાય એટલે વાતાવરણ તો મનમોહક બની જાય છે પરંતુ તેની સાથે જ બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. દર વર્ષે ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની પણ ભીતી રહે છે. તાજેતરમાં જ વરસાદી વાતાવરણમાં જીકા વાયરસ, ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ વધવા લાગ્યા છે. આ ત્રણેય બીમારી એવી છે જે મચ્છરના કરડવાથી ફેલાય છે. તેના લક્ષણો પણ એકબીજા જેવા જ હોય છે. ઘણી વખત લોકો આ ત્રણેય બીમારી વચ્ચે અંતર જાણી શકતા નથી
આજે તમને આ ત્રણેય બીમારી વચ્ચેનું અંતર અને તેના લક્ષણો વિશે વિગતપૂર્વક જણાવીએ. આ અંગે જાણકારી મેળવ્યા પછી તમે આ બીમારીઓથી સરળતાથી બચાવ કરી શકો છો અને યોગ્ય સમયે યોગ્ય સારવાર શરૂ કરી શકો છો.
જીકા વાયરસ
એડિસ મચ્છરના કરડવાથી જીકા વાયરસ થાય છે. આ વાયરસમાં સામાન્ય લક્ષણો તાવ, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, થાક, આંખ લાલ થઈ જવી, સ્કિન પર નિશાન પડી જવા અને સાંધાનો દુખાવો છે. જીકા વાયરસ ખાસ તો ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક હોય છે કારણ કે તેનાથી ગર્ભમાં રહેલા બાળકમાં જન્મજાત દોષ ઉત્પન્ન થઈ શકે છે.
ડેન્ગ્યુના લક્ષણ
ડેન્ગ્યુ પણ એડિસ મચ્છરના કરડવાથી થાય છે. પરંતુ ડેન્ગ્યુમાં અચાનક જ શરીરનું ટેમ્પરેચર વધી જાય છે. સાથે જ માથામાં અસહ્ય દુખાવો, આંખોમાં દુખાવો, સાંધામાં દુખાવો અને ઉલટી થાય છે. ગંભીર મામલામાં ડેન્ગ્યુના કારણે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ થઈ શકે છે. જે જીવલેણ સાબિત થાય છે.
મલેરિયાના લક્ષણ
એનાફેલીસ મચ્છરના કરડવાથી મલેરીયા ફેલાય છે. મલેરિયામાં પણ તાવ આવે છે પરંતુ સાથે જ ઠંડી લાગે છે અને અચાનક પરસેવો વળવા લાગે છે. એટલે કે તાવ ચઢ-ઉતર થાય છે. મેલેરિયા ત્રણ પ્રકારના હોય છે સોમ્ય મેલેરિયા, વિવૈક્સ મેલેરીયા અને ફાલ્સીપેરીમ મેલેરિયા. ત્રીજા પ્રકારનો મેલેરિયા ખતરનાક અને જીવલેણ સાબિત થઈ શકે છે.
આ ત્રણેય બીમારીની સારવાર તેના લક્ષણોના આધારે કરવામાં આવે છે. શરીરના દુખાવા અને તાવને ઓછો કરવા માટે દવાઓ પણ આપવામાં આવે છે. મલેરિયા અને ડેન્ગ્યુમાં દર્દીને તરલ પદાર્થ વધારે પ્રમાણમાં પીવડાવવા જરૂરી હોય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે