Health Tips: શિયાળામાં તંદુરસ્ત રહેવું હોય તો રાતે આ 5 વસ્તુઓ ખાવાથી બચવું

Health Tips for Winters: શિયાળાની ઋતુમાં બીમાર પડવાનું જોખમ વધુ રહે છે. આવામાં ઠંડી દરમિયાન આપણે આપણા સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું જોઈએ. ખાણી પીણીનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જે પ્રકારે સવારે અને બપોરે બેલેન્સ ડાયેટ લેવું જોઈએ તે જ રીતે રાતનું ભોજન પણ હેલ્ધી અને બેલેન્સ્ડ હોવું જોઈએ. રાતનું ભોજન આપણા સંપૂર્ણ સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે.

Health Tips: શિયાળામાં તંદુરસ્ત રહેવું હોય તો રાતે આ 5 વસ્તુઓ ખાવાથી બચવું

Health Tips for Winters: શિયાળાની ઋતુમાં બીમાર પડવાનું જોખમ વધુ રહે છે. આવામાં ઠંડી દરમિયાન આપણે આપણા સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું જોઈએ. ખાણી પીણીનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જે પ્રકારે સવારે અને બપોરે બેલેન્સ ડાયેટ લેવું જોઈએ તે જ રીતે રાતનું ભોજન પણ હેલ્ધી અને બેલેન્સ્ડ હોવું જોઈએ. રાતનું ભોજન આપણા સંપૂર્ણ સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે. શિયાળામાં રાતે કઈ વસ્તુઓ ખાવી ન જોઈએ તે ખાસ જાણો...

ફળ
ઠંડીની ઋતુમાં રાતે ફળ ખાવાથી બચો. ખાટ્ટા અને ઠંડી પ્રકૃતિવાળા ફળ તો બિલકુલ ન ખાઓ. રાતના સમયે ખાટ્ટા ફળ ખાવાથી એસિડ રિફ્લક્સ થઈ શકે છે. જેનાથી છાતીમાં બળતરા જેવી સમસ્યા થાય છે. આ સાથે જ રાતના સમયે ઠંડી પ્રકૃતિવાળી વસ્તુઓનું પણ સેવન ન કરવું જોઈએ તેનાથી બીમાર પડી શકાય છે. 

મસાલાવાળું ભોજન
ઠંડીની ઋતુમાં મસાલેદાર ભોજન ઓછામાં ઓછું ખાવું જોઈએ. ખાસ કરીને રાતના સમયે. રાતના સમયે મસાલેદાર ભોજન ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે. 

કાચા શાકભાજી
શિયાળાની ઋતુમાં કાચા શાકભાજી (ગાજર, મૂળા, ટામેટા કે ડુંગળી) ખાવું બિલકુલ યોગ્ય નથી. કાચા શાકભાજી પેટમાં જઈને ગેસ બનાવે છે અને રાતના સમયે આપણી પાચનક્રિયા કે મેટાબોલિઝમ ખુબ ધીમી ગતિથી કામ કરે છે. 

તળેલું ભોજન
રાતે તળેલું  ભોજન કરવું જોઈએ નહીં. રાતે પાચન ધીમું થવાના કારણે આ ચીજોના સેવનથી પેટ સંલગ્ન સમસ્યાઓ થવા લાગે છે અને સાથે વજન વધવાની સમસ્યા પણ ઊભી થાય છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

કેફીનવાળી વસ્તુઓ
કેફીનવાળા પદાર્થો કે પીણાનું સેવન રાતે ક્યારેય કરવું જોઈએ નહીં. તેમના સેવનથી રાતે ઊંઘ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. આ સાથે જ કેફિનવાળા મોટાભાગના ખાદ્ય પદાર્થો અને પીણામાં શુગર હોય છે જેના સેવનથી વજન વધી શકે છે. 

(Disclaimer: અહીં અપાયેલી જાણકારી ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ અચૂક લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news