Health Tips: સવારે ખાલી પેટ સૌથી પહેલા આ બેમાંથી કયું પાણી પીવુ જોઈએ?

ગરમ અને ઠંડુ પાણી પીવાથી શરીર પર પોઝીટીવ અને નેગેટીવ અસરો થાય છે.  તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગરમ કે ઠંડુ પાણી પીવાથી તમારું શરીર સ્વસ્થ અને હાઈડ્રેટેડ રહે છે.
 

Health Tips: સવારે ખાલી પેટ સૌથી પહેલા આ બેમાંથી કયું પાણી પીવુ જોઈએ?

Health Tips: કેટલાક લોકો સવારે ખાલી પેટે લીંબુ સાથે હૂંફાળું પાણી પીવે છે. તો કેટલાક લોકો ખાલી પેટે ગરમ પાણી અથવા સામાન્ય પાણી પીવે છે. ગરમ અને ઠંડુ પાણી પીવાથી શરીર પર પોઝીટીવ અને નેગેટીવ અસરો થાય છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગરમ કે ઠંડુ પાણી પીવાથી તમારું શરીર સ્વસ્થ અને હાઈડ્રેટ રહે છે. કેટલાક લોકો દાવો કરે છે કે ઠંડા પાણી પીવાની તુલનામાં ખાસ કરીને ગરમ પાણી પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે.

સવારે જમતા પહેલા અથવા રાત્રે સૂતા પહેલા ગરમ કે ઠંડુ પાણી પીવું જોઈએ
રિપોર્ટ અનુસાર, સવારે જમતા પહેલા અથવા રાત્રે સૂતા પહેલા ગરમ પાણી પીવું જોઈએ. ગરમ પાણી પીતી વખતે,  130 અને 160°F (54 અને 71°C) બેસ્ટ તાપમાન માનવામા આવે છે.  સ્વાસ્થ્ય સુધારવા અને વિટામિન સી માટે, લીંબુનું શરબત બનાવવા માટે ગરમ પાણીમાં થોડું લીંબુ ઉમેરીને જુઓ.

નાક સાફ રહે છે
હૂંફાળું પાણી પીવાથી સાઇનસ મટાડવામાં મદદ મળે છે. સાઇનસના માથાનો દુખાવો પણ દૂર કરી શકાય છે. 2008 ના જૂના સંશોધન મુજબ, ચા જેવા ગરમ પીણાં વહેતું નાક, ઉધરસ, ગળામાં દુખાવો અને થાકમાંથી ઝડપી, કાયમી રાહત આપે છે. 

પાચનમાં મદદ કરે છે
હૂંફાળું પાણી પીવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. જેમ પાણી તમારા પેટ અને આંતરડામાંથી પસાર થાય છે. શરીરનું પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરે છે. કેટલાક લોકો માને છે કે ગરમ પાણી પીવાથી પાચનતંત્ર સક્રિય રહે છે. ગરમ પાણી પણ તમે ખાધેલા ખોરાકને ઓગાળી શકે છે અને તોડી શકે છે..

જો કે, 2016ના અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે ગરમ પાણી સર્જરી પછી આંતરડાની ગતિમાં સુધારો કરે છે. જો તમને લાગે છે કે ગરમ પાણી પીવાથી તમારા પાચનમાં મદદ મળે છે, તો તેનો ઉપયોગ કરવામાં કોઈ નુકસાન નથી. 

Disclaimer:આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ જરુર લો.

આ પણ વાંચો:
મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું, ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી
Threads: 5 કરોડ યૂઝર્સ સાથે Threads ની દમદાર શરુઆત, 24 કલાકમાં થઈ 9.5 કરોડ પોસ્ટ

Vakri Shani: આ 3 રાશિના લોકો સ્વાસ્થ્યનું રાખે ખાસ ધ્યાન, વધશે શારીરિક કષ્ટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news