ડાયાબિટીસના દર્દીઓ આ 5 ફળોનું કરી શકે છે સેવન
Trending Photos
ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જ્યાં લોહીમાં ગ્લુકોઝનું સ્તર અનિંત્રિત થઈ જાય છે. આ સ્થિતિ લોહીમાં શર્કરાના સ્તરનું વિનિયમિત કરવામાં શરીરની અક્ષમતાનું પરિણામ છે. એટલે કે શરીરમાં પૂરતા પ્રમાણમાં ઈન્સ્યુલિનનું ઉત્પાદન થતું નથી અથવા તો તે શરીરની શર્કરાનું નિયમિત કરી શકવા માટે સક્ષમ નથી. સામાન્ય રીતે ડાયાબિટીસ બે પ્રકારના હોય છે. ટાઈપ 1 અને ટાઈપ 2.
ટાઈપ 1 ડાયાબિટીસ રોગ પ્રતિકારક શક્તિ ખરાબ હોવાના કારણે થાય છે. જે પેન્ક્રિયાસમાં ઈન્સ્યુલિનના ઉત્પાદનની કોશિકાઓ પર હુમલો કરે છે અને તેને નષ્ટ કરી નાખે છે. જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસના વિકાસમાં આપણી જીવનશૈલી અને અન્ય કારણો સામેલ હોય છે. જો તમે ફિઝિકલ એક્ટિવ નહીં રહો અને વજન વધારે હશે તો ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. આમ છતાં ડાયાબિટીસના રોગીઓના ડેઈલી ડાયેટ પર એક નજર ફેરવીએ કે તેમણે શું ધ્યાન રાખવું જરૂરી છે. અહીં એવા 5 ફ્રૂટ અંગે જણાવીએ છીએ જેનું સેવન ડાયાબિટીસના રોગીઓ સરળતાથી કરી શકે છે.
પપૈયુ
પપૈયુ એક દેશી ફળ છે. જે આપણા માટે ફાયદાકારક છે. ભારત દુનિયાભારમાં પપૈયાનું સૌથી મોટો ઉત્પાદક દેશ અને નિકાસકાર દેશ પણ છે. ગરમ પ્રકૃતિવાળા આ ફળમાં ઓછુ ગ્લાઈસેમિક ઈન્ડેક્સ (જીઆઈ) હોય છે અને તે એન્ટીઓક્સિડેન્ટ તત્વોથી પણ સમૃદ્ધ હોય છે. જે લોહીની શર્કરાના સ્તરને નિયમન કરવામાં મદદ કરી શકે છે.
જામફળ
આ ફળ આપણા દેશમાં ખુબ લોકપ્રિય પણ છે. જામફળ પણ એક એવો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ફળ છે જેમાં વિપુલ પ્રમાણમાં ફાઈબર છે. 100 ગ્રામ જામફળમાં 5 ગ્રામ ફાઈબર (યુએસડીએ ડેટા મુજબ) હોય છે. લોહીની શર્કરાને નિયંત્રિત કરવા માટે જામફળના રસનું સેવન કરી શકાય છે.
મેંગ્ગોસ્ટીન
વિદેશી દેખાવવાળું આ ફળ સ્વીટ અને ટેંગી સ્વાદનું હોય છે. જે ફળોની રાણી કે દેવતાઓના ભોજન તરીકે પણ ઓળખાય છે. વીટામીન સી અને તેમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટની હાજરીના કારણે રોગ પ્રતિકારકતામાં સુધારો થાય છે. તે ડાયાબિટીસવાળા દર્દીઓને મદદરૂપ થઈ શકે છે. કારણ કે ઓક્સીડેટિવ તણાવ ડાયાબિટીસના લક્ષ્ણો સાથે સંકળાયેલો છો.
તરબૂચ
આ પણ એક ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ફળ છે જે અનેક લોકોને ખુબ ભાવે છે. સ્વાદમાં પણ સ્વાદિષ્ટ હોય છે અને પાણીનું પ્રમાણ વધુ હોય છે. તરબૂચ ભારતમાં ખુબ લોકપ્રિય ફળ છે અને ડાયાબિટીસ માટે અનુકૂળ છે. કારણ કે તે કિડનીની કાર્યક્ષમતા વધારે છે. તરબૂચ તંત્રિકા ક્ષતિથી પણ રક્ષા કરે છે. જે ડાયાબિટીસના કારણે થઈ શકે છે.
કોકમ
આ તીખા ફળનો ઉપયોગ ભારતમાં અનેક કરી અને વ્યંજનોમાં સ્વાદ વધારવા માટે થાય છે. જો કે તે એન્ટિઓક્સિડેન્ટ તત્વોથી તો ભરપૂર છે જ જે ઓક્સીડેટિવ તણાવ સામે લડત આપે છે. ગાર્સિનિયા ઈન્ડિકા તરીકે પણ ઓળખાય છે. કોકમ લિવર ફંકશન માટે સારું કહેવાય છે જે ડાયાબિટીસના દર્દીઓમાં બગડે છે એમ કહેવાય છે. તે એન્ટિઓક્સિડેન્ટ તત્વોથી પણ ભરપૂર છે અન ેતેનું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ મૂલ્ય પણ ખુબ ઓછુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે