બદલતા વાતાવરણમાં આ રીતે કરો અજમાનું સેવન, વાયરલ બીમારીઓથી મળશે દવા વિના મુક્તિ

Ajwain Benefits: સતત બદલાતી આ ઋતુમાં શરદી, ઉધરસ, તાવ, વાયરલ ઈન્ફેક્શનના કેસ પણ વધી રહ્યા છે.  આ વાતાવરણમાં જો આમાંથી કોઈ સમસ્યા થાય તો વ્યક્તિને સ્વસ્થ થવામાં અઠવાડિયાનો સમય લાગી જાય છે. આ સમય દરમિયાન શરીરમાં નબળાઈ પણ આવી જાય છે.

બદલતા વાતાવરણમાં આ રીતે કરો અજમાનું સેવન, વાયરલ બીમારીઓથી મળશે દવા વિના મુક્તિ

Ajwain Benefits: આમ તો હાલ ઉનાળાની ઋતુ ચાલે છે તેથી સામાન્ય રીતે તો ગરમીનું વાતાવરણ હોય પરંતુ બદલતાં વાતાવરણના કારણે હાલ વરસાદી વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. સતત બદલાતી આ ઋતુમાં શરદી, ઉધરસ, તાવ, વાયરલ ઈન્ફેક્શનના કેસ પણ વધી રહ્યા છે.  આ વાતાવરણમાં જો આમાંથી કોઈ સમસ્યા થાય તો વ્યક્તિને સ્વસ્થ થવામાં અઠવાડિયાનો સમય લાગી જાય છે. આ સમય દરમિયાન શરીરમાં નબળાઈ પણ આવી જાય છે. બદલતા વાતાવરણમાં સાવચેત રહેવું પણ જરૂરી છે. તેવામાં તમે કેટલાક ઘરેલુ નુસખાની મદદથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. 

આ પણ વાંચો: 

બદલતાં વાતાવરણમાં અજમા ખાવાથી ફાયદો થાય છે. અજમા એક એવો મસાલો છે જેનો ઉપયોગ રસોઈમાં કરવા ઉપરાંત દવા તરીકે પણ થઈ શકે છે. ખાસ કરીને જ્યારે ઋતુમાં સતત ફેરફાર થતાં હોય ત્યારે શરદી, ઉધરસ, તાવ આવે ત્યારે અજમા ફાયદો કરે છે. 

અજમાનો ઉપયોગ કેવી રીતે કરવો ?

અજમાનો ઉપયોગ રસોઈમાં કરી શકો છો આ ઉપરાંત અજમાની ચા બનાવીને પણ પી શકાય છે. અજમાની ચા પીવાથી શરદી, તાવ જેવી સમસ્યામાં તુરંત રાહત મળે છે. અજમાની ચા બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમા મિક્સ કરી તેને બરાબર ઉકાળો. પછી તેને ગાળી અને પી લો. તમે તેમાં મધ અને લીંબુ પણ ઉમેરી શકો છો.  તેનાથી શરીરમાં ગરમી આવે છે. 

ખાસ કરીને સતત બદલતાં વાતાવરણ દરમિયાન અજમાની ચા પીશો તો શરદી, ઉધરસની સમસ્યાથી તુરંત મુક્તિ મળશે. આ ઉપરાંત અજમાનો ઉપયોગ કરવાથી પેટના દુખાવા, કબજિયાત જેવી તકલીફથી પણ રાહત મળે છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news