વ્યાજે લીધેલા 50000માં યુવકને મળ્યું દર્દનાક મોત! અવાવરું જગ્યામાં લઈ જઈને છરીના ઘા ઝીંક્યા

ભાવનગર શહેરના કાળિયાબીડમાં આવેલો બોરતળાવ નો વિસ્તાર ઝાડી ઝાંખરાથી ઘેરાયેલો વિસ્તાર છે. મોટા ભાગે આ વિસ્તારમાં વહેલી સવારે વોકિંગ માટે લોકો આવતા હોય છે. ત્યાં નજીકની અવાવરું જગ્યામાંથી ગઈકાલે સવારે એક યુવકની હત્યા કરાયેલી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી.

વ્યાજે લીધેલા 50000માં યુવકને મળ્યું દર્દનાક મોત! અવાવરું જગ્યામાં લઈ જઈને છરીના ઘા ઝીંક્યા

નવનીત દલવાડી/ભાવનગર: શહેરના કાળિયાબીડ વિસ્તારમાં બોરતળાવ પાસેની અવાવરું જગ્યામાંથી ગઈકાલે સવારે એક યુવકની લાશ મળી આવી હતી, જેની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું ફલિત થતા પોલીસે તાત્કાલિક ટિમો બનાવી આ યુવકની ઓળખ અંગે તપાસ હાથ ધરી હતી, જેમાં તેના પરિવારનો સંપર્ક થતા આ ઘટના પાછળ વ્યાજે લીધેલા રૂપિયા જવાબદાર હોવાનું સામે આવતા આ ઘટનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં આ હત્યાને અંજામ આપનાર બે આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં બંને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે

યુવકની હત્યા કરાયેલી લોહીલુહાણ હાલતમાં લાશ મળી
ભાવનગર શહેરના કાળિયાબીડમાં આવેલો બોરતળાવ નો વિસ્તાર ઝાડી ઝાંખરાથી ઘેરાયેલો વિસ્તાર છે. મોટા ભાગે આ વિસ્તારમાં વહેલી સવારે વોકિંગ માટે લોકો આવતા હોય છે. ત્યાં નજીકની અવાવરું જગ્યામાંથી ગઈકાલે સવારે એક યુવકની હત્યા કરાયેલી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. જેની ઊંડાણ પૂર્વક તપાસ કરતા આ યુવાન કાળિયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા રત્નકલાકાર પ્રદીપ ઉર્ફ ઘુઘો ઝવેરભાઈ ડાભી ની હોવાની માહિતી સામે આવી હતી. જેમાં પરિવારની પૂછપરછ કરતા હત્યા પાછળ વ્યાજે લીધેલા રૂપિયા જવાબદાર હોવાનું તેમજ તારીખ 11 ડિસેમ્બર ના રોજ મોડીરાત્રે બે ઈસમો તેને બાઇક પર લઈ ગયા હોવાની હકીકત સામે આવી હતી.

રૂપિયા પરત નહીં મળતા આ હત્યા કરી હોવાની કબૂલાત
વહેલી સવારે જ તેની લાશ મળી આવતા રાત્રી દરમ્યાન સાથે લઈ ગયેલા યુવાનોએ જ તેની હત્યા કરી હોવા અંગે તેના પરિવારે શંકા વ્યક્ત કરી હતી. જેથી પોલીસે મૃતદેહ ને પીએમ માં ખસેડી અલગ અલગ ટિમો બનાવી હત્યારા ની શોધખોળ શરૂ કરી હતી. જેમાં મોબાઈલ સર્વેલન્સની મદદથી આ ઘટનામાં પોલીસે બે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા. જેની પૂછપરછ કરતા તેઓએ વ્યાજે આપેલા રૂપિયા પરત નહીં મળતા આ હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. 

ઘટના સ્થળના સીસીટીવી અને હ્યુમન સોર્સની મદદથી આરોપી ઝડપાયા
પ્રદીપ ઉર્ફે ઘુઘો ઝવેરભાઈ ડાભી નામના યુવકની હત્યાની ઘટનાને પગલે મૃતકના નાનાભાઈએ પોલીસ ને જણાવ્યું હતું કે ગતરાત્રીના સમયે વિશાલ ભગાભાઈ સોહલા અને નીરવ દિનેશભાઇ ગોહિલ નામના બે યુવક આર્થિક લેવડદેવડ બાબતે તેને બાઇક પર બેસાડી લઈ ગયા હતા અને ત્યારબાદ તે રાત્રે ઘરે પરત ફર્યા ન હોય અને સવારે લાશ મળી આવી હતી તેમ જણાવતા પોલીસે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઘટના સ્થળના નજીકના સીસીટીવી અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીની કલાકોમાં બંનેને ઝડપી પાડી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અવાવરું જગ્યાએ લઈ જઈ રૂપિયા પરત આપી દેવા દબાણ કર્યું
પ્રાથમિક વિગતમાં મૃતક પ્રદીપ ડાભીએ 3 મહિના અગાઉ વિશાલ પાસેથી રૂ.50000 વ્યાજે લીધા હતા. જે રૂપિયા પરત કરવાના હતા. પરંતુ પ્રદીપ રત્નકલાકાર હોય હાલ મંદી ના કારણે કારખાના બંધ હોય રૂપિયા આપી શક્યો નહતો, તેમજ કારખાના શરૂ થશે કે તરત જ રૂ.આપી દેવાનો વાયદો પણ કર્યો હતો. પરંતુ હજુ હીરાના કારખાના શરૂ થયા ન હોય અને બંને આરોપીઓ વારંવાર તેના ઘરે કે બહાર બોલાવી પ્રદીપ પાસે રૂ.ની માંગણી કરતા હોય જેમાં ગત તા.11 ની રાત્રીના વિશાલ સોહલા અને નીરવ ગોહિલ નામના ઈસમો પ્રદીપ ને બાઇક પર લઇ ગયા હતા. તેમજ અવાવરું જગ્યાએ લઈ જઈ રૂપિયા પરત આપી દેવા દબાણ કર્યું હતું. 

જે દરમ્યાન બને વચ્ચે થયેલી બોલચાલીમાં ઉશ્કેરાયેલા વિશાલ સોહલાએ તેની પાસે રહેલી છરી વડે પ્રદીપ પર આડેધડ જીવલેણ ઘા ઝીંકી દેતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે હત્યાને અંજામ આપી બંને ઈસમો નાસી છૂટયા હતા. પરંતુ પોલીસે ગણતરીની કલાકોમાં બંને હત્યારાને ઝડપી લઈ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસ દ્વારા આજે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમજ 7 દિવસના રિમાન્ડ માંગવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news