'યુવકને ધક્કો મારી બળજબરી શારીરિક સંબંધ બાંધવા દબાણ...', અમદાવાદમાં ગે એપ્લિકેશનનો વધુ એક ભયાનક કિસ્સો!
અમદાવાદમાં ગે એપ્લિકેશનના મધ્યમથી ગુનાનો ભોગ બન્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નારોલ પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી નામ છે કરણ શર્મા અને વિશાલ તિવારીએ નારોલના એક યુવકને ગે એપ્લિકેશન દ્વારા મિત્રતા કરીને લૂંટી લીધો હતો.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં એક યુવકને ગે એપ્લિકેશન દ્વારા સંપર્ક કરીને યુવકને લૂંટી લીધો હોવાનો બનાવ નારોલ પોલીસના ચોપડે નોંધાયો છે. નારોલ પોલીસે લૂંટ કરનાર ત્રણ પૈકી 2 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે ..
ગે એપ્લિકેશનના માધ્યમથી ભોગ બન્યાનો વધુ એક કિસ્સો
અમદાવાદમાં ગે એપ્લિકેશનના મધ્યમથી ગુનાનો ભોગ બન્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નારોલ પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી નામ છે કરણ શર્મા અને વિશાલ તિવારીએ નારોલના એક યુવકને ગે એપ્લિકેશન દ્વારા મિત્રતા કરીને લૂંટી લીધો હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે કે એક યુવક છેલ્લા બે વર્ષથી ગે ડર્ટી નામની એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.
હાર્ડ સેક્સ નામના આઇ ડી ધારકે યુવકને મેસેજ કર્યો!
23મી નવેમ્બરના દિવસે આ એપ્લિકેશન પર હાર્ડ સેક્સ નામના આઇ ડી ધારકે યુવકને મેસેજ કર્યો હતો. બાદમાં બંન્ને વચ્ચે વાતચીત થતી હતી અને મોબાઈલ નંબર ની આપલે કર્યા બાદ 25મી નવેમ્બરના દિવસે સામે વાળી વ્યક્તિએ મળવા માટે બોલાવતા આ યુવક સીટીએમ ચાર રસ્તા તેને મળવા માટે ગયો હતો. જ્યાં તેને કરણ ઉર્ફે કાનો શર્મા અને યુવરાજ દરબાર નામના બે યુવકો મળવા માટે આવ્યા હતાં.
બળજબરીથી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું
બાદમાં આરોપીઓ યુવકને એક્ટિવા પર બેસાડીને નારોલ રંગોલી નગર ખાતે એક મકાનમાં લઇ ગયા હતાં. જ્યાં રૂમના દરવાજા પાસે પહોંચતા જ કરણે તેને રૂમમાં ધક્કો માર્યો અને બળજબરીથી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું. યુવકે ઇન્કાર કર્યો તો 3 આરોપીઓ કરણ, વિશાલ અને યુવરાજે છરી બતાવીને ધમકી આપીને 2 મોબાઈલ અને 300 રૂપિયા રોકડની લૂંટ કરી તેમજ બેંકના એકાઉન્ટમાંથી રૂ 20 હજાર ટ્રાન્સફર કરાવીને લૂંટ કરી હતી. નારોલ પોલીસે લૂંટનો ગુનો નોંધીને 2 આરોપીની ધરપકડ કરી છે.
ગે એપ્લિકેશનથી લૂંટ કરવાના ષડ્યંત્રનો મુખ્યસૂત્રધાર કરણ શર્મા
પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગે એપ્લિકેશનથી લૂંટ કરવાના ષડ્યંત્રનો મુખ્યસૂત્રધાર કરણ શર્મા છે. જે ઘરમાં આરોપીને માર મારીને લૂંટ કરવામાં આવી તે પણ કરણનું જ ઘર છે. આ ત્રણેય આરોપીઓ મિત્રો છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી કરણ શર્મા અને વિશાલ તિવારી વિરુદ્ધ અગાઉ આનંદનગરમાં પણ લૂંટનો ગુનો નોંધાયો છે. ગુનાખોરી ની માનસિક ધરાવતા આ આરોપીએ ગે એપ્લિકેશનમાં આવતા યુવકોને ટ્રાગેટ કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લા 2 વર્ષથી આ એપ્લિકેશનનો ઉપયોગ કરનાર ઇલેક્ટ્રિક એન્જીનીયરનો અભ્યાસ કરતા યુવકને આરોપીએ ટાર્ગેટ કરીને લૂંટ કરી.
અનેક યુવકોને ટ્રાગેટ કર્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ
આ ત્રિપુટી ગેંગએ આ પ્રકારે અનેક યુવકોને ટ્રાગેટ કર્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે. પરંતુ ગે એપ્લિકેશન હોવાથી કોઈ ફરિયાદ નોંધાવી નથી.. આ કેસમાં પણ યુવકને માર મારતા તેને ફેક્ચર થઈ ગયું હોવાથી પરિવારને ઘટનાની જાણ થતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમા પહોંચ્યો હતો. અને પોલીસે બાતમી ના આધારે બે આરોપીને ઝડપી લીધા છે અને ત્રીજા આરોપી ની શોધખોળ શરૂ કરી છે.
આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી
ગે એપ્લિકેશન દ્વારા લૂંટ કેસમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.. આ ઉપરાંત આ કેસમાં હજુ યુવરાજ દરબાર નામનો આરોપી ફરાર હોવાથી જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે