ઉત્તર ગુજરાતના પાંચ શહેરો અને 177 ગામોમાં બે દિવસનો પાણી કાપ

મહેસાણા અને પાટણ જિલ્લામાં બે દિવસ પાણી કાપ સર્જાશે જેથી લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી શકે છે.

ઉત્તર ગુજરાતના પાંચ શહેરો અને 177 ગામોમાં બે દિવસનો પાણી કાપ

પાટણ: મહેસાણા અને પાટણ જિલ્લામાં બે દિવસ પાણી કાપ સર્જાશે જેથી લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી શકે છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના ગામડાઓ અને શહેરોમાં મોટી સંખ્યામાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. ધરોઈ ડેમમાંથી નીકળતી પાણી પુરવઠા વિભાગની પાણીની લાઇનમાં રીપેરીંગના કારણે પાણી કાપ કરાશે

પાણી કાપને લઇને મહેસાણા પાટણ જિલ્લાનાં 177 ગોમો અને પાંચ શહેરોમાં બે દિવસ સુધી પાણીનો કાપ મુકલાની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તપ ગુજરાતમાં ધરોઇ ડેમમાંથી નિકળતા પાણીની લાઇનમાં રીપેરીંગ કરવાની હોવાથી લોકો ને બે દિવસ સુધી પાણી નહિ મળે તેવી જાહેરાત પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

જેને લીધે મહેસાણા અને પાટણ જિલ્લાનાં 177ગામો અને પાંચ શહેરોમાં બે દિવસ પાણી કાપ થશે. ઊંઝા, ખેરાલુ વડનગર, વિસનગર જેવા મોટો શહેરો ને બે દિવસ ધરોઇ ડેમનું પીવાનું પાણી નહીં મળે. આગામી 17અને 18મી ડિસેમ્બર એમ બે દિવસ સુધી પાણી કાપ રહેશે. ધરોઇ ડેમની પીવાના પાણીની પાઇપ લાઇનમાં પેનલ ફીટ કરવાના કારણે પાણી કાપ રહેશે. તો બીજી બાજુ ગામ અને શહેરોનાં લોકોને હેરાનગતિનો સામનો કરવો પડશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news