વલસાડ બેઠક પર ધારસભ્ય જીતુ ચૌધરીનું નામ જાહેર, આદિવાસી સમાજે કર્યો વિરોધ
વલસાડ બેઠક પર કોંગ્રેસ દ્વારા કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીનું નામ જાહેર થતાં જ આદિવાસી સમાજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના સમર્થનમાં આવ્યું છે. અને જીતુ ચૌધરીનો વિરોધ કરી રહ્યું છે.
Trending Photos
સ્નેહલ પટેલ, વલસાડ: વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીનું નામ જાહેર થતાં જ આદિવાસી સમાજમાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અને આદિવાસી સમાજના નેતા તરીકે અનંત પટેલને ટીકીટ આપવાની માંગ કરવામાં આવી છે.
વલસાડ બેઠક પર કોંગ્રેસ દ્વારા કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીનું નામ જાહેર થતાં જ આદિવાસી સમાજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના સમર્થનમાં આવ્યું છે. અને જીતુ ચૌધરીનો વિરોધ કરી રહ્યું છે. તો આદિવાસી સમાજ માટે અનંત પટેલે અનેક આંદોલન કર્યા છે અને જ્યારે પણ આદિવાસી સમાજની વાત આવી છે ત્યારે સમાજ માટે તે હંમેશા લડતા રહ્યા છે.
વધુમાં વાંચો: અમદાવાદમાં 1 કરોડની ચલણી નોટો સાથે બે વ્યક્તી પકડાઈ
આ સાથે જ આદિવાસી સમાજે એવું નક્કી કર્યું છે કે અનંત પટેલ જો અપક્ષ ઉમેદવારી નોંધાવે તો સમાજ તેને સાથ આપશે અને તેને જીતાડીને લાવશે. પણ જો અનંત પટેલ અપક્ષ ઉમેદવારી ન નોંધાવે તો આદિવાસી સમાજ વલસાડ અને બારડોલી બેઠક ઉપર પોતાનો અપક્ષ ઉમેદવાર ઉભો રાખશે.
જોકે આદિવાસી સમાજ દ્વારા આવતીકાલે શનિવારના રોજ વાંસદાના ઝરી ગામે એક મિટિંગનું આયોજન કર્યું છે. અને જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહી આગળની રણનીતિ નક્કી કરશે અને જો સમાજ તરફથી અપક્ષ ઉમેદવારી કરવાની આવે તો કોણ ઉમેદવાર રહેશે તે પણ આ મિટિંગમાં નક્કી કરવામાં આવશે તેવું હાલ આદિવાસી સમાજના અગ્રણીઓ જણાવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે