વહુ તો સસરાના ત્રાસથી આત્મહત્યા કરે તેવું સાંભળ્યું હશે પણ અહીં તો જમાઇએ જ...
- વ્યાજખોર સાસરિયા
- જમાઈ ને આપેલા લાખો રૂપિયા પરત લેવા આપ્યો એટલી હદે ત્રાસ
- જમાઈએ કંટાળી 11 માં માળેથી પડતું મૂકી આપઘાત નો પ્રયાસ કર્યો
- આત્મહત્યાનો પ્રયાસ કરનાર જમાઈ નો આબાદ બચાવ ,પણ ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલના બિછાને
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં વ્યાજખોરો ત્રાસ વધ્યો છે પણ સોલામાં એવો કિસ્સો સામે આવ્યો કે જ્યાં સાસરિયાઓએ જમાઈને જ વ્યાજે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા જમાઈ કંટાળી ગયો. અને તેમના ત્રાસ અને ધમકીઓથી કંટાળી યુવકે 11 માં માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો. જોકે યુવકનો બચાવ થયો પણ નવથી વધારે ફ્રેક્ચર થયા.
અત્યારસુધીમાં વેપારીઓ વ્યાજખોર ના ત્રાસનો ભોગ બન્યા હોય તેવું સાંભળ્યું હશે.પણ કોઈ જમાઈ વ્યાજખોર પત્ની, સાળી અને સસરાના ત્રાસનો ભોગ બન્યા હોય તેવી ઘટના પહેલી વાર પ્રકાશમાં આવી છે.અમદાવાદના સોલા વિસ્તારમાં આવો પ્રથમ કિસ્સો બન્યાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં બિછાને પડેલ ધ્રુવ પટેલ અને બીજીબાજુ પકડાયેલા આ તેમના સાસરિયાઓના કારણે જમાઇએ મોત મીઠુ કરવાનો વારો આવ્યો હતો. ધ્રુવે 11 માં માળેથી કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ શરીરના અલગ અલગ ભાગોમાં નવ જેટલા ફ્રેક્ચર થતા સર્જરી ચાલી રહી છે. આર્થિક તંગીમાં આવી જતા ધ્રુવે આ પગલું ભર્યું હતું. પત્ની, સાળી અને સસરા પાસેથી 10થી 12 લાખ અઢી ટકા વ્યાજે લીધા હતા. પાંચેક વર્ષ સુધીમાં તે મૂડી અને સાથે મૂડી કરતા પણ વધારે વ્યાજ ચૂકવી દીધું હતું. છતાંય ત્રાસ આપતા ધ્રુવ ભાઈએ એક ફ્લેટમાં જઈ 11 માં માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેઓને પગે હાથે અને અન્ય ભાગોએ નવથી વધારે ફ્રેક્ચર થતા તેઓ હાલ સારવાર હેઠળ છે.
પોલીસે ધ્રુવના આત્મહત્યાના પ્રયાસ બાદ વાહનની ડેકી તપાસતા એક ચિઠ્ઠી પણ મળી આવી છે. જેમાં તેણે માતા પિતાને સંબોધીને લખ્યું હતું કે, પત્ની રીંકુના પરિવારવાળા માત્રને માત્ર પૈસા માટે સબન્ધ રાખે છે. મેં રીંકુ, તેની બહેન તથા સસરા પાસેથી લીધેલા નાણાં પાંચ વર્ષથી વ્યાજ સાથે ચૂકવી દીધા છે. વ્યાજ એટલું આપ્યું કે મૂડી કરતા પણ વધી જાય. જ્યારે ધંધો ચાલતો ન હતો ત્યારે પત્નીએ પૈસા માંગ્યા હતા. પૈસા આવશે ધંધો ચાલશે એટલે આપી દઈશ તેવું કહેવા છતાંય ઉઘરાણી કરતા હતા. પત્ની તેની બહેન સસરા સહિતના લોકો ઉઘરાણી કરી ત્રાસ આપતા હતા. જેથી અંતિમ પગલું ભરૂ છું તેમ આ ચિઠ્ઠી માં લખેલું લખાણ મળી આવ્યું હતુ. જે પુરાવા આધારે સોલા પોલીસે ચિઠ્ઠી કબ્જે કરી આરોપીઓ સામે ગુનો દાખલ કરી વ્યાજખોર સાસરિયાઓની ધરપકડ કરી છે.
આરોપીઓએ પૈસા માટે ખૂબ દબાણ કરી દહેજના ત્રાસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્તએ આ સાસરિયાઓ પાસેથી પાંચેક વર્ષ પહેલા લીધેલા 10-12 લાખ વ્યાજ સાથે ચૂકવ્યા છતાંય ત્રાસ આપતા સહન ન થતા આખરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ આ પટેલ પરિવાર ન્યાય ની માંગણી કરી રહ્યો છે.ત્યારે પોલીસ આરોપીઓને પકડી લીધા બાદ શબક શીખવાડવા યોગ્ય ન્યાયિક તપાસ કરી ઇજાગ્રસ્તને ક્યારે ન્યાય મળે છે તે હવે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે