હિંમતનગરની સામાન્ય સભામાં પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા
હિંમતનગરની ભાજપ શાસિત તાલુકા પંચાયતની મળેલી ખાસ સામાન્ય સભામાં સભા દરમિયાન ભાજપના સદસ્યો સભા ખંડ બહાર નીકળી જતા વિપક્ષે કર્યો હોબાળો. વિપક્ષે સભાખંડના દરવાજા બંધ કરી અધિકારીઓને સભા ચાલુ રાખવા રજૂઆત કરાઈ. જો કે અધિકારીઓએ પોલીસને જાણ કરી પોલીસે સભા ખંડ પહોંચી સમગ્ર મામલો થાળે પડ્યો હતો. અગાઉ કોંગ્રેસ ત્રણ અને 1 અપક્ષ સદસ્ય બળવો કરી ભાજપમાં જોડાયા હતા, એ પૈકીના બે સભ્યોની પરત કોંગ્રેસમાં વાપસી.
Trending Photos
શૈલેષ ચૌહાણ /અમદાવાદ : હિંમતનગરની ભાજપ શાસિત તાલુકા પંચાયતની મળેલી ખાસ સામાન્ય સભામાં સભા દરમિયાન ભાજપના સદસ્યો સભા ખંડ બહાર નીકળી જતા વિપક્ષે કર્યો હોબાળો. વિપક્ષે સભાખંડના દરવાજા બંધ કરી અધિકારીઓને સભા ચાલુ રાખવા રજૂઆત કરાઈ. જો કે અધિકારીઓએ પોલીસને જાણ કરી પોલીસે સભા ખંડ પહોંચી સમગ્ર મામલો થાળે પડ્યો હતો. અગાઉ કોંગ્રેસ ત્રણ અને 1 અપક્ષ સદસ્ય બળવો કરી ભાજપમાં જોડાયા હતા, એ પૈકીના બે સભ્યોની પરત કોંગ્રેસમાં વાપસી.
સાબરકાંઠાની હિંમતનગર તાલુકા પંચાયતની વર્ષ 2015માં યોજાયેલ ચૂંટણી બાદ સતત વિવાદોમાં સપડાયેલી રહી છે, ત્યારે પ્રથમ અઢી વર્ષ માટે તાલુકા પંચાયત નું સુકાન કોંગ્રેસ પાસે હતું ત્યાર બાદ અઢી વર્ષ બાદ 3 કોંગ્રેસી અને એક અપક્ષ સદસ્ય ભાજપ માં જોડાતા કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા છીનવી લીધી હતી ત્યાર થી કોંગ્રેસ વિપક્ષ ની ભૂમિકા માં હતી બાદ માં આજે મળેલી ખાસ સામાન્ય સભામાં સભાની કામગીરી દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ સેમ સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યં હતા ત્યારે અચાનક જ ભાજપ ના તમામ સદસ્યો સભા છોડી ચાલતા થયા હતા ત્યારે વિપક્ષ દ્વારા સભા ખંડના દરવાજા બંધ કરી અધિકારીઓ ને સભા ચાલુ રાખવા રજૂઆત કરાઈ હતી ત્યારે અધિકારીઓ પણ મૂંઝવણ માં મુકાયા હતા ત્યારે સભા દરમિયાન કાયદાના પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો પરંતુસસભા અધ્યક્ષ પણ સભા છોડી ગયા હતા એટલે સભાનું કામકાજ આગ શકાય પરંતુ વિપક્ષ દ્વારા સભા ખંડ બંધ હોવાને લઇ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
એક તરફ સતત વિવાદો માં રહેલી હિંમતનગર તાલુકા પંચાયત ફરીએક વાર વિવાદોમાં સપડાઈ છે ત્યારે આજે બોલાવેલ ખાસ સામાન્ય સભામાં ઠરાવ પ્રમાણે થયેલ કામકાજ દરમિયાન ભાજપ ના સદસ્યો સભા છોડી સભાખાંડ ની બહાર નીકળી જતા સભા તંગ થઇ હતી અને વિપક્ષે અધિકારીઓ ને સભા છોડી બહાર જતા અટકાવ્યા હતા સભા માં 30 સદસ્યો પૈકી ના 16 જેટલા સદસ્યો હાજર હોવાને લઇ વિપક્ષે સભાખંડ ના દરવાજા બંધ કરી અધિકારીઓ ને સભા નું કામકાજ ચાલુ રાખવા માટે અટકાવ્યા હતા પરંતુ અધિકારીઓ એ કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ ને ધ્યાને રાખી પોલીસ ને જાણ કરી હતી અને પોલીસ સભા ખંડે પહોંચી સભાખાંડ ના દરવાજા ખોલ્યા હતા અને અધિકારીઓ બહાર આવ્યા હતા પરંતુ તાલુકા પંચાયત ના સભ્ય સચિવ નું માનીએ તો સભા ની કાર્યવાહી પૂર્ણ થયા બાળ સભ્યો બહાર ચાલી ગયા હતા અને વિપક્ષ સભા ચાલુ રાખવા વિવાદ સર્જ્યો હતો.
વર્ષ 2015 માં યોજાયેલ તાલુકા પંચાયત ની ચૂંટણી બાદ કોંગ્રેસ એ હિંમતનગર તાલુકા પંચાયત માં બહુમતી થી સત્તા મેળવી હતી બાદ માં દોઢ વર્ષ બાદ તારણ કોંગ્રેસી સદસ્યો અને એક અપક્ષ સદસ્ય ભાજપ સાથે મળી હિંમતનગર તાલુકા પંચાયત નું સુકાન ભાજપ હસ્તક થયું હતું પરંતુ દોઢ વર્ષ જેટલા સમય બાદ ભાજપ માં ગયેલા સદસ્યો પૈકી એક સદસ્ય અને એક અપક્ષ સદસ્ય ફરી કોંગ્રસ માં જોડાતા તાલુકા પંચાયત નું સુકાન ફરી કોંગ્રસ હસ્તક થાય એવા એંધાણ સર્જાયા છે ત્યારે હવે આગામીસભામાં કાયા પક્ષની બહુમતી થાય છે એના પર સૌ કોઈ ની નજર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે