અમદાવાદના અસલાલીમાંથી મળેલા અજાણ્યા યુવકના મૃતદેહનો ભેદ ઉકેલાયો! એક મહિલા સહિત 4ની ધરપકડ

અસલાલી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે એક મહિલા સહિત ચાર હત્યા કરનાર આરોપી ઓની ધરપકડ કરી છે. જેમની પૂછપરછમાં સામે આવ્યું છે કે ગેસ સિલિન્ડરની ચોરીના આશંકાથી યુવકને માર મારવામાં આવ્યો હતો.

અમદાવાદના અસલાલીમાંથી મળેલા અજાણ્યા યુવકના મૃતદેહનો ભેદ ઉકેલાયો! એક મહિલા સહિત 4ની ધરપકડ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ જિલ્લાના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલ અજાણ્યા યુવકના મૃતદેહ ના ગુનાનો ભેદ ઉકેલવામાં અસલાલી પોલીસને સફળતા મળી છે. અસલાલી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે એક મહિલા સહિત ચાર હત્યા કરનાર આરોપી ઓની ધરપકડ કરી છે. જેમની પૂછપરછમાં સામે આવ્યું છે કે ગેસ સિલિન્ડરની ચોરીના આશંકાથી યુવકને માર મારવામાં આવ્યો હતો. જેમાં યુવકનું મૃત્યુ થતાં તેમના મૃતદેહનો નિકાલ કરવા મૃતદેહને સગેવગે કરવા રીક્ષામાં લઇ જઇને અવાવરૂ જગ્યાએ ફેંકી દીધો હતો.

થોડા દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્યમાં આવેલ ગીરમઠા ગામની સીમમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. અસલાલી પોલીસે મૃતદેહ નું પોસ્ટમોર્ટમ કરાવતા તેને માર મારવા થી ઇજા ઓ થતાં મોત થયુ હોવાનું સામે આવ્યુ હતું. ત્યારે અસલાલી પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા ની દિશા માં તપાસ શરૂ કરવા માં આવી હતી આ હત્યા ની તપાસ દરમિયાન મૃતકનું નામ મારાજ મારવાડી હોવાનું સામે આવ્યુ હતું. મારાજ કમોડ ગામ આસપાસ કચરો વીણવાનું કામ કરતો હોવાનું પણ સામે આવ્યું હતું અને રખડતું ભટકતું અને એકલવાયું જીવન જીવતો હતો. 

પોલીસે તેના ફોટાના આધારે કમોડ સર્કલ પાસેના ગામો માં તપાસ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યુ હતુ કે ગત તા.13મીએ મારાજ પ્લાસ્ટિક ની ખાલી બોટલ વિણતો હતો ત્યારે એક રીક્ષા માં અમુક શખ્સ તેને ગેસના બાટલા કેમ ચોરી કર્યા તેમ કહીને માર મારીને તેનું અપહરણ કરીને લઇ ગયા હતા. જેથી પોલીસે રીક્ષા ચાલક અને રીક્ષા ની તપાસ કરતા અપહરણ કરનાર મહેન્દ્ર ઉર્ફે રાહુલ કુમરખાણીયા હોવાનું સામે આવ્યુ હતું.જે રીક્ષા ચાલક ના પેટ્રોલ પમ્પ ખાતે ના એક સીસીટીવી પણ મળી આવ્યા હતા જે સીસીટીવી પોલીસ માટે મદદ રૂપ નીવડયા હતા. 

અસલાલી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે રીક્ષા ચાલક મહેન્દ્ર ઉર્ફે રાહુલ તથા તેની પત્ની જીગીબેન ની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. જેમાં આ બંને એ કબૂલાત કરી હતી કે તારીખ 12મીએ મારાજ મારવાડી કચરો વીણતો હતો. ત્યારે તે મહેન્દ્ર ઉર્ફે રાહુલના ઘર પાસે પહોંચ્યો અને ત્યાં સુવા માટે જગ્યા માંગી હતી. બાદમાં મહેન્દ્ર અને તેની પત્ની બારેજા કામ અર્થે ગયા હતા. ત્યાંથી પરત ફર્યા ત્યારે તેમના ઘરમાંથી ગેસના બે બાટલા ચોરી થયા હતા. જેથી મારાજ મારવાડી પર શંકા રાખીને મહેન્દ્ર તેનું અપહરણ કરીને ઘરે લાવ્યો હતો. જ્યાં મહેન્દ્ર એ તેની પત્ની જીગી, અમજદ, અનિલસિંહ, પિન્ટુ મેધવાલ સાથે મળીને મારાજ ના પગ બાંધીને દંડા અને ગેસના બાટલાની રબરની પાઇપથી ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું હતું.

બાદમાં આરોપીઓએ માં મૃતક રાજ મારવાડી ની લાશને મહેન્દ્ર એ પોતાના ઘરે રાખી હતી. રાત પડતા જ તેણે લાશનો નિકાલ કરવા માટે રિક્ષામાં મૃતદેહ લઈને પીરાણા થી જેતલપુર ગામે જવાના રોડ પર ગીરમઠા ગામની નજીક મૃતદેહ ફેંકી દીધો હતો. આ મામલે અસલાલી પોલીસે જીગી અને તેના પતિ મહેન્દ્ર ઉર્ફે રાહુલ, અનિલસિંહ, પિન્ટુ મેધવાલ ની ધરપકડ કરી ફરાર અમજદ ની શોધખોળ શરૂ કરી છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news