કચ્છી ખેડૂતો માટે તાઈવાની જામફળના રોપા સોનાના ઈંડા આપતી મરધી બન્યા, એક જ વર્ષમાં મહેનત ફળી

હાલની કોરોના જેવી મહામારીની પરીસ્થિતિમાં ખેડૂતો પોતાનો માલ નિકાસ કરીને સારું એવું વળતર મેળવી રહ્યાં છે. કચ્છના કોટડા ચકારની આજુબાજુના ખેડૂતો તાઈવાની જામફળનો પાક લઈને હજારો ટન જામફળ દિલ્હી, મુંબઇ તેમજ વિદેશમાં એક્સપોર્ટ કરે છે. એટલું જ નહિ ભારતથી ડબલ ભાવ મેળવીને દેશને હૂંડિયામણ પણ રળી આપે છે. 1500 TDS ક્ષારવાળા પાણીમાં પણ સારો પાક ઉતારીને ખેડૂતો બાગાયતી પાકો મેળવી રહ્યા છે. આમ, કચ્છના ખેડૂત ઓછા સમયમાં ઓછી મહેનતે વધુ પાક મેળવીને આવક મેળવે છે.

કચ્છી ખેડૂતો માટે તાઈવાની જામફળના રોપા સોનાના ઈંડા આપતી મરધી બન્યા, એક જ વર્ષમાં મહેનત ફળી

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :હાલની કોરોના જેવી મહામારીની પરીસ્થિતિમાં ખેડૂતો પોતાનો માલ નિકાસ કરીને સારું એવું વળતર મેળવી રહ્યાં છે. કચ્છના કોટડા ચકારની આજુબાજુના ખેડૂતો તાઈવાની જામફળનો પાક લઈને હજારો ટન જામફળ દિલ્હી, મુંબઇ તેમજ વિદેશમાં એક્સપોર્ટ કરે છે. એટલું જ નહિ ભારતથી ડબલ ભાવ મેળવીને દેશને હૂંડિયામણ પણ રળી આપે છે. 1500 TDS ક્ષારવાળા પાણીમાં પણ સારો પાક ઉતારીને ખેડૂતો બાગાયતી પાકો મેળવી રહ્યા છે. આમ, કચ્છના ખેડૂત ઓછા સમયમાં ઓછી મહેનતે વધુ પાક મેળવીને આવક મેળવે છે.

ફક્ત એક જ વર્ષ માં આ તાઈવાની જામફળના રોપા ખેડૂતો માટે સોનાની મરઘી જેવા બન્યા છે. ખેડૂત હર્ષદ પટેલ કહે છે કે, કોટડા ચકારના ખેડૂતને  શુ મુશ્કેલી પડી અને કઈ રીતે તેઓ આગળ આવ્યા અને વધુ પાક મેળવવા તેમજ અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન આપવા પણ અમે તૈયાર છીએ, જેથી તેઓ પણ તૈયારી બતાવી હતી,  તો કચ્છના 50 ખેડૂતોનું જૂથ તૈયાર કરીને દરરોજ 1 ટન માલ એક્સપોર્ટ કરી શકે એ અંગેની તૈયારી અને ખેડૂતોને વધુ ફાયદો મળે એ માર્ગદર્શન પણ આપવા તૈયાર છીએ. 

અન્ય યુવા ખેડૂતે તેમાંથી પ્રેરણા લઈને આ પાકનો શુ ફાયદો થાય છે તેમજ તેના નફા નુકશાનની વાત કરી હતી. બારમાસી મળતું એવું ફળ તાઇવાન પિંક જામફળ રસદાર અને સ્વાદે મીઠું ફળ છે. ખેડૂત ઓછા ખર્ચે વધુ પાક લઇ શકે છે. સાથે જ તેમાં ઝડપી ફળ પણ આવે છે. ઓછી જમીનમાં સારો પાક અને ઓછા મજૂરથી કામકાજ થઈ શકે તેવું ખેડૂતોએ જણાવ્યું. 

કચ્છનું ભાવિ હજુ વધુ ઉજળું છે. કારણકે અહીં કંડલા અને મુન્દ્રા પોર્ટ આવેલું છે. મુન્દ્રા પોર્ટનો ડાયરેકટ યુરોપના દેશ સાથે વ્યવહાર દરિયાઈ માર્ગ દ્વારા થઈ શકે તેમ છે. જેનો લાભ કચ્છના ખેડૂતોને કેમ વધુ મળે એ પ્રયત્નો શરૂ થઈ ચૂક્યા છે તેવું યુપીથી માલ એક્સપર્ટ કરવા આવેલા વેપારી વિજય સહાયે જણાવ્યું હતું. 

તેમણે કહ્યું કે, કચ્છના દરિયાઈ માર્ગે ખૂબ સારી રીતે યુરોપના દેશોમાં માલ નિકાસ કરી શકાય છે. અહીંના હર્ષદ પટેલ જે માલ વિદેશ મોકલે છે, જે અમે એક્સપર્ટ કરીએ છીએ એ અમારો નફો ખેડૂતો સાથે વહેંચીએ છીએ. જેથી ખેડૂતોને લગભગ ડબલ ભાવ મળે છે. અહીં જે શાકભાજી, ફ્રૂટ વગેરેના પ્રોસેસ માટેનો સમય વેડફાય છે. એના માટે અહીં પેકીંગ હાઉસ થઈ જાય તો એનો સારો ફાયદો ખેડૂતને થાય. આમ હાલના સંજોગોમાં પણ ખેડૂતો પોતાનો માલ નિકાસ કરીને આત્મનિર્ભર બનવા જઇ રહ્યા છે અને દેશને સારો એવું હુંડિયામણ પણ રળી આપે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news