આજનું બાળપણ ક્યાં ખોવાયું? વાપીમાં અનોખા સ્ટ્રીટ ફોર ઓલનુ આયોજન કરાયું, જાણો શું છે?

Vapi News: વાપી ઇન્ડસ્ટ્રિઅલ એસોસિએશન અને વાપીની 10થી વધુ સેવાભાવી સંસ્થાઓ દ્વારા યોજાયેલા આ વિશેષ street ફોર ઓલ કાર્યક્રમમાં 25 હજારથી વધારે લોકો ઉમટી પડ્યા હતા.

આજનું બાળપણ ક્યાં ખોવાયું? વાપીમાં અનોખા સ્ટ્રીટ ફોર ઓલનુ આયોજન કરાયું, જાણો શું છે?

નિલેશ જોશી/વાપી: આજનું બાળપણ ટીવી મોબાઇલ અને કોમ્પ્યુટર માં ખોવાઈ ગયું છે. ત્યારે જૂના જમાનાની ગ્રામ્ય રમતો વિસરાઈ રહી છે. જેને ફરી જીવંત કરવાના હેતુથી વાપીમાં અનોખા street ફોર ઓલ નામના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

વાપી ઇન્ડસ્ટ્રિઅલ એસોસિએશન અને વાપીની 10થી વધુ સેવાભાવી સંસ્થાઓ દ્વારા યોજાયેલા આ વિશેષ street ફોર ઓલ કાર્યક્રમમાં 25 હજારથી વધારે લોકો ઉમટી પડ્યા હતા. તો પ્રદુષણને એમણે હંમેશા બદનામ રહેતી વાપી જી.આઈ .ડી સ.સીમાં આજની નવી પેઢીમાં પ્રદુષણને લઇને જાગૃકતા આવે તે માટે બીટ પ્લાસ્ટિકની થીમ રાખવામાં આવી હતી.

મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી બાળકો આજના જમાનામાં મોબાઈલ કોમ્પ્યુટર અને ટીવીના આદી બની ગયા છે. ત્યારે શેરીઓમાં રમાતી રમતો શહેરોમાં ભુલાઈ રહી છે. આથી આવી વિસરાતી જતી શેરી રમતોને ફરી જીવંત કરવા અને શહેરના બાળકોને શેરી રમતો તરફ આકર્ષવા દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. જેમાં વાપીના હાર્દ સમા ગુંજન વિસ્તારમાં જાહેર રોડ પર ભૂલાતી જતી ગ્રામ્ય રમતોને નું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે પણ વાપીના ગુંજનના જાહેર રસ્તા પર શેરી રમતો જેવી કે સાતોડ્યું, આંધળો પોપટ, રસ્સાખેંચ, પકડદાવ સહિતની રમતો યોજાઇ હતી. જેમાં નાના બાળકોથી લઇ વડીલો સુધી આ રમતોમાં ભાગ લઈ મોજ મસ્તી કરી હતી. આ વખતે પણ યોજાયેલા street ફોર ઓલ કાર્યક્રમમાં 100થી વધુ રમતો યોજાઇ હતી. જેમાં વાપીના ગુંજન વિસ્તારમાં બે કિલોમીટર લાંબા જાહેર રસ્તા પર વાપી સહિત વલસાડ અને દમણ અને સેલવાસથી પણ 15 હજારથી વધુ લોકો આ રમતોને માણવા પરિવાર સાથે પહોંચ્યા હતા અને રમતોનો આનંદ માણ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news