નવી 9 મહાનગર પાલિકાની જાહેરાત બાદ રાજ્ય સરકારે મ્યુનિસિપલ કમિશનરની કરી નિમણૂંક, જાણો કોને મળી જવાબદારી
રાજ્ય સરકારે આજે સવારે કેબિનેટની બેઠકમાં નવી નવ મહાનગર પાલિકાની જાહેરાત કરી હતી. હવે સરકારે નવી બનાવેલી નવ મહાનગર પાલિકા માટે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક કરી છે.
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાત સરકારે આજે એક મોટો નિર્ણય લેવા રાજ્યમાં 9 નવી મહાનગર પાલિકાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે નવ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપ્યો છે. રાજ્ય સરકારની જાહેરાત બાદ ગુજરાતમાં મહાનગર પાલિકાની સંખ્યા 17 પહોંચી ગઈ છે. હવે રાજ્ય સરકારે નવી મહાનગર પાલિકાના વહીવટ માટે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક કરી છે.
રાજ્યમાં આ નવી મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવી
રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ 9 નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે. સરકારની આ જાહેરાત બાદ રાજ્યમાં કુલ મહાનગર પાલિકાની સંખ્યા 17 થઈ જશે.
મ્યુનિસિપલ કમિશનરની કરી નિમણૂંક
રાજ્ય સરકારે નવી મહાનગર પાલિકા બનાવવાની જાહેરાત બાદ મ્યુનિસિપલ કમિશનરની પણ નિમણૂંક કરી દીધી છે.
આ અધિકારીઓને મળી જવાબદારી
સ્વપ્નિલ ખારે, મ્યુનિસિપલ કમિશનર, મોરબી
મિલિંદ બાપના, મ્યુનિસિપલ કમિશનર, આણંદ
મિરાંત જતીન પારેખ, મ્યુનિસિપલ કમિશનર, નડીયાદ
યોગેશ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર, વાપી
રવિન્દ્ર ધ્યાનેશ્વર ખટાલે, મ્યુનિસિપલ કમિશનર, મહેસાણા
જી.એ. સોલંકી, મ્યુનિસિપલ કમિશનર, સુરેન્દ્રનગર
શ્રીદેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર, નવસારી
એચ.જે. પ્રજાપતિ, મ્યુનિસિપલ કમિશનર, પોરબંદર
એમ.પી. પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે