ગ્રેડ પે મુદ્દે કેટલાક બની બેઠેલા નેતાઓ કર્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યાં છે: નીતિન પટેલ

કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે અને અમે કર્મચારીઓને સાથે લઇ આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પંચાયત વિભાગ, શહેરી વિભાગ આમ સરકારના અનેક વિભાગો મુખ્યમંત્રીના નેતૃત્વમાં કામગીરી કરી રહ્યાં છે

ગ્રેડ પે મુદ્દે કેટલાક બની બેઠેલા નેતાઓ કર્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યાં છે: નીતિન પટેલ

હિતલ પારેખ, ગાંધીનગર: કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે અને અમે કર્મચારીઓને સાથે લઇ આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પંચાયત વિભાગ, શહેરી વિભાગ આમ સરકારના અનેક વિભાગો મુખ્યમંત્રીના નેતૃત્વમાં કામગીરી કરી રહ્યાં છે. કર્મચારીઓ પણ મહામારીમાં કામ કરી રહ્યાં છે. સરકારી તેમજ સરકારી કર્મચારીઓ જેઓ તમામ કામગીરી કરી રહી છે. ત્યારે તેમને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો સોશિયલ મીડિયા અને ટીવીની ડીબેટ દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

શિક્ષકોનો પ્રશ્નોનું નિરાકરણ સરકારે કરી દીધું છે. શિક્ષકોના ગ્રેડ પે મુદ્દે આખી ગેરસમજ ઉભી કરવામાં આવી છે. શિક્ષણ અને નાણાં વિભાગને સાથે રાખીને અભ્યાસ કર્યો. તેના આધારે અગાઉ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રશ્નને સમજી જે જાહેરાત કરી. ત્યારે શિક્ષણ વિભાગનો પરિપત્ર કે જેના કારણે આખી ગેરસમજ ઉભી થઇ છે તેનો અમલ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે શિક્ષક ભાઇ-બહેનોના પ્રશ્નો ઉકેલાયા. ઘણા લોકો અર્થઘટન એવી રીતે કરતા હતા કે વધારે પગાર મળતો હતો અને સરકારે ઓછો પગાર કરી રહી છે તે અફવા છે.

શિક્ષકોને 4200 ગ્રેડ પે પહેલાથી જ મળતો હતો. પરંતુ ઘણા લોકોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી ફરી અફવા ફેલાવી કે શિક્ષકોનો ગ્રેડ પે સુધરી ગયો. 2800નો ગ્રેડ પે 4200 ગ્રેડ પે થઇ ગયો છે. શિક્ષકોને એક રૂપિયાનો પગાર વધારો કરવામાં આવ્યો નથી. છેલ્લા એક સપ્તાહથી આ ગેરસમજને કારણે સોશિયલ મીડિયામાં એક્ટવી થયેલા કેટલાક રાજકીય પક્ષોના ઇશારે આ ગેરમાર્ગે દોરવાનું કામ થઇ રહ્યું છે પરંતુ તેઓ સફળ થયા નહીં. ગ્રેટ પ્રાઇઝ સિવાસ પણ અન્ય વસ્તુઓ ઉમેરાતી હોય છે. જેમ કે મકાન બનતું હોય, મોઘવારી વધુ હોય જેવી અન્ય બાબતોનો પગારમાં સમાવેશ કરવામાં આવતો હયો છે.

કોરોના મહામારીને લઇ વિશ્વના દેશોના વેપાર-ધંધા, ઉદ્યોગો બંધ થઇ ગયા છે. ત્યારે આ સંકટના સમયમાં આર્થિક પ્રવૃતિઓ બંધ થઇ ગઇ હોય અને અંગત થયા બાદ ધીમે ધીમે બધુ રાબેતા મુજબ થઈ રહ્યું છે. ત્યારે આવા કપરા આર્થિક સંજોગોમાં ગુજરત સરકાર દ્વારા કર્મચારીઓને પગાર નિયમિત રીતે કરવામાં આવે છે. દર્દીઓની સારવારનો ખર્ચ નાનો નથી. વિરોધ થયો આ વસ્તુ સમજતા નથી. કેટલાક બની બેઠેલા નેતાઓ દ્વારા આ પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. પોલીસ દળ શિસ્તબળ છે અન પોલીસ દળના કાયદા અલગ છે.

પોલીસ મેન્યુઅલના નિયમ પ્રમાણે પગાર વધતો હોય છે. પોલીસ તંત્રને ઉશ્કેરવાનો કેટલાક લોકોએ પ્રયત્ન કર્યો. ભવિષ્યમાં જ્યારે આઠમા પગાર પંચની રચના થશે ત્યારે તે કર્મચારીઓ પગાર પંચ સમક્ષ રજૂઆત કરી શકે છે. મોંઘવારી ભથ્થું, સિનિયોરીટીના લાભ તેમને મળે છે. પ્રમોશનને કારણે જે વધારો થયા તે લાભ તેઓને મળતો હોય છે. રાજ્ય સરકારની કર્મચારીઓનો પગાર કાપ કરવાની કોઇ વિચારણા નથી. નામદાર હાઇકોર્ટે આદેશ કર્યો છે જ્યાં સુધી સ્કૂલો નહીં ખુલે ત્યાં સુધી દબાણ ન કરવું. લિખિત ઓર્ડર આવશે એ પ્રમાણે હાઇકોર્ટના આદેશ પ્રમાણે સરકાર કામ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news