પાડોશી દેશમાંથી આવી રહ્યા છે અજીબોગરીબ અવાજ...પાકિસ્તાનની હાર પર દિલ્હી પોલીસે કંઈક આ રીતે લીધી મજા
Ind vs Pak : ભારતની આ ઐતિહાસિક જીત પર દેશભરમાં ઉજવણીનો માહોલ છે, જ્યારે સોશિયલ મીડિયા પર પણ ટીમ ઈન્ડિયા અને વિરાટ કોહલીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ દરમિયાન દિલ્હી પોલીસે એક રમુજી ટ્વીટ કરી અને પાકિસ્તાનની હાર પર કટાક્ષ કરતી એક પોસ્ટ શેર કરી. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
Trending Photos
Ind vs Pak : ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ હોય અને પાડોશી દેશની મજાક ના ઉડાવવામાં આવે એવું તો ક્યારેક જ બને. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બહુચર્ચિત મેચમાં ભારતે રવિવારે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવીને શાનદાર જીત નોંધાવી હતી. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈવોલ્ટેજ મેચમાં પહેલા બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને પછી વિરાટ કોહલીની અણનમ સદીની મદદથી ભારતે 45 બોલ બાકી રહેતા 241 રનનો ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લીધો. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં સેમીફાઈનલ માટેનો પોતાનો દાવો વધુ મજબૂત કરી લીધો છે.
ભારતની આ ઐતિહાસિક જીત પર દેશભરમાં ઉજવણીનો માહોલ છે, જ્યારે સોશિયલ મીડિયા પર પણ ટીમ ઈન્ડિયા અને વિરાટ કોહલીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ દરમિયાન દિલ્હી પોલીસે એક રમુજી ટ્વીટ કરી અને પાકિસ્તાનની હાર પર કટાક્ષ કરતી એક પોસ્ટ શેર કરી. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
દિલ્હી પોલીસનું ટ્વીટ વાયરલ
હકીકતમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને વિશ્વભરમાં જબરદસ્ત ઉત્સાહ હતો, પરંતુ ભારતીય ટીમની શાનદાર જીત બાદ સોશિયલ મીડિયા પર ફની મીમ્સ અને પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું હતું. આ સંદર્ભમાં દિલ્હી પોલીસે એક પોસ્ટ કરી કે શું તેમને પડોશી દેશમાંથી કોઈ અજીબોગરીબ અવાજો સંભળાયા. આશા છે કે, તે માત્ર 'ટીવી બ્રેકિંગ'ના અવાજો હતા, આ પોસ્ટ હાર પછી પાકિસ્તાનના ચાહકોની નિરાશાને દર્શાવે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે પણ પાકિસ્તાન ભારત સામે હારે છે ત્યારે તેના ચાહકો ગુસ્સામાં તેમના ટીવી સેટ તોડી નાખે છે.
Just heard some weird noises from the neighbouring Country.
Hope those were just TVs Breaking. #INDvsPAK #ViratKohli #TeamIndia #BleedBlue #51stODI #CongratulationsTeamIndia
— Delhi Police (@DelhiPolice) February 23, 2025
વિરાટ કોહલીની વિસ્ફોટક સદી, બોલરોએ પણ બતાવી પોતાની તાકાત
આ રોમાંચક મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 241 રન બનાવ્યા હતા પરંતુ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાની ચુસ્ત બોલિંગે પાકિસ્તાનને મોટા સ્કોર સુધી પહોંચતા અટકાવ્યું હતું. આ પછી ટાર્ગેટનો પીછો કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીની જોરદાર ઈનિંગના આધારે આ ટાર્ગેટને સરળતાથી હાંસલ કરી લીધો હતો. કોહલીએ અણનમ 100 રન બનાવ્યા અને પોતાની ODI કારકિર્દીની 51મી સદી ફટકારી. તેની ઈનિંગ બાદ ક્રિકેટ ફેન્સની સાથે સાથે દિગ્ગજ ક્રિકેટરો અને રાજનેતાઓ પણ સોશિયલ મીડિયા પર તેના વખાણ કરતા જોવા મળ્યા હતા.
ભારતની જીત પર દેશભરમાં ઉજવણી
આ મેચને લઈને ભારતીય ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો અને ટીમ ઈન્ડિયા જીતતાની સાથે જ દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. ભારતીય ક્રિકેટ ટીમ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી છે. લોકો ખેલાડીઓની તસવીરો અને વીડિયો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ઘણી જગ્યાએ ચાહકોએ ફટાકડા ફોડીને અને મીઠાઈઓ વહેંચીને ઉજવણી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે