લો બોલો! ગુજરાતમાં અહીં પરવાનગી વગર શરૂ કરી દીધી સ્કૂલ, શિક્ષણાધિકારીએ પાઠવી નોટીસ

નવસારીની ખ્યાતનામ શાળાઓમાં ભણાવતા શિક્ષકોએ તેમની શાળાઓ છોડી લક્ષ્ય ગ્રુપ બનાવી, શહેરના કલિયાવાડી વિસ્તારમાં લક્ષ્ય ગ્લોબલ સ્કૂલ શરૂ કરી છે. જેમાં ધોરણ 6 થી 12 ના વર્ગો જૂનથી શરૂ કરવાની જાહેરાત કરી.

લો બોલો! ગુજરાતમાં અહીં પરવાનગી વગર શરૂ કરી દીધી સ્કૂલ, શિક્ષણાધિકારીએ પાઠવી નોટીસ

ઝી ન્યૂઝ/નવસારી: શિક્ષણ થકી રૂપિયા કમાવવા માટે ખાનગી શાળા ઉત્તમ માધ્યમ બની રહી છે. શાળામાં સારા શિક્ષકો અને આધુનિક સુવિધા હોવાનો હાવ ઉભો કરી સંચાલકો વિદ્યાર્થીઓને ખેંચવામાં મંડી પડે છે. ઘણીવાર શાળા શરૂ કરવા માટે શિક્ષણ વિભાગમાંથી જરૂરી પરવાનગી મળ્યા પૂર્વે જ વિદ્યાર્થીઓને એડમિશન આપી કમાણી શરૂ કરી દેવામાં આવે છે. નવસારીના કાલિયાવાડીમાં પણ શાળાની પરવાનગી વિના જ લક્ષ્ય ગ્લોબલ સ્કૂલ શરૂ કરી દીધાં ફરિયાદ થતા જ જિલ્લા શિક્ષણ વિભાગે નોટિસ આપી તપાસ આરંભતા શાળા સંચાલકોને પરસેવો છૂટી ગયો છે.

નવસારીની ખ્યાતનામ શાળાઓમાં ભણાવતા શિક્ષકોએ તેમની શાળાઓ છોડી લક્ષ્ય ગ્રુપ બનાવી, શહેરના કલિયાવાડી વિસ્તારમાં લક્ષ્ય ગ્લોબલ સ્કૂલ શરૂ કરી છે. જેમાં ધોરણ 6 થી 12 ના વર્ગો જૂનથી શરૂ કરવાની જાહેરાત કરી, વિદ્યાર્થીઓના એડમિશન પણ લેવા માંડ્યા હતા. જેમાં ધોરણ 10, 11 અને 12ના વર્ગો શરૂ કર્યા. વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ આરંભી દીધો હતો. લક્ષ્ય ગ્લોબલ સ્કૂલ પાસે ધોરણ 9 થી 12 ની પરવાનગી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી હજી પરવાનગી મળી નથી.

તેમ છતાં વર્ગો શરૂ કરાતા એક જાગૃત નાગરિક દ્વારા નવસારી જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી. જેની તપાસમાં શાળામાં વર્ગો ચાલુ હતા તેમજ આચાર્યની ઓફીસ, સ્ટાફ રૂમમાં શિક્ષકો સહિતની ગતિવિધિ ચાલુ હોવાનું ધ્યાને આવતા જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાને નોટિસ આપી પરવાનગી સહિતના દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતુ. 

સાથે જ સમય મર્યાદામાં શાળા દસ્તાવેજો રજૂ ન કરી શકે તો પોલીસ ફરિયાદ કરવા સુધીની તૈયારી દર્શાવી છે. ત્યારે સમગ્ર મુદ્દે શાળા સંચાલકોએ પરવાનગી ન હોવા મુદ્દે પોતાનો લુલો બચાવ કરવા સાથે પરવાનગી મળ્યા પૂર્વે શાળામાં વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનો સ્વિકાર કર્યો હતો. જોકે એ ડેમો ક્લાસ લેતા હતા પરંતુ નોટિસ મળતા ક્લાસ બંધ કરી, પરવાનગી મળ્યા બાદ જ શાળા શરૂ કરવાનો રાગ આલાપ્યો હતો. 

શિક્ષણને કમાણીનું માધ્યમ માની પરવાનગી મળવા પૂર્વે જ બિન્દાસ પણે શાળા શરૂ કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમનારા દેનારા લાલચુઓ સામે જિલ્લા શિક્ષણાધિકારી કડક પગલા લે એજ સમયની માંગ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news