કોઈને 1000 તો કોઈને મળ્યા 80 હજાર રૂપિયા, ગૂગલ પેના એકાઉન્ટમાં ધનવર્ષા, શું તમે ચેક કર્યુ કે નહીં
કેટલાક ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં 10 રૂપિયાથી લઈને 1000 અમેરિકી ડોલર જમા કરાવવામાં આવ્યા. કંપનીને જ્યારે તેમની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેને યોગ્ય કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. થોડીજ વારમાં તે પૈસા પાછા લઈ લેવામાં આવ્યા.
Trending Photos
નવી દિલ્લી: ગૂગલ પેના ગ્રાહકોનો તે સમયે ખુશીનો પાર ન રહ્યો જ્યારે તેમના ખાતામાં લગભગ 80 હજાર રૂપિયા સુધી પૈસા કંપની દ્વારા જમા કરાવી દેવામાં આવ્યા. જોકે તેમની આ ખુશી બહુ લાંબો સમય સુધી ટકી શકી નહીં. કેમ કે કંપનીએ થોડી જ વારમાં આ તમામ પૈસા પાછા લઈ લીધા. મહત્વનું છેકે કેટલાંક ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં Google-Pay એ ટેક્નિકલ ખામીને કારણે કેટલાક યુઝર્સને 10 અમેરિકી ડોલરથી લઈને 1000 અમેરિકી ડોલર એટલે કે આશરે 818 રૂપિયાથી 81 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા, જેના વિશે લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter પર ખુશી પણ વ્યક્ત કરી હતી.
ટ્વિટર યુઝર્સે સ્ક્રીનશોટ શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી
એક વિદેશી પત્રકાર મિશાલ રહેમાને સ્ક્રીનશોટ શેર કરતા ટ્વિટર પર ખુશી વ્યક્ત કરી હતી. તેણે ટ્વીટ દ્વારા કહ્યું, 'એવું લાગે છે કે Google Pay અત્યારે રેન્ડમ યુઝર્સને ફ્રી પૈસા આપી રહ્યું છે. મેં હમણાં જ Google Pay ખોલ્યું અને જોયું કે મારી પાસે "રિવર્ડ"માં 46 ડોલર છે. તેણે ગૂગલ પેના બીજા યૂઝર્સ માટે તેને ચેક કરવાનો ઉપાય પણ બતાવ્યો.
તેણે પોતાના ટ્વિટમાં લખ્યું જ્યારે પણ Google Pay દ્વારા કોઈપણ પ્રકારનું પેમેન્ટ કરવામાં આવે છે, ત્યારે પેમેન્ટ પ્લેટફોર્મના તમામ યુઝર્સને "માય રિવાઇન્ડ" વિભાગમાં કૂપન મળે છે. આ કૂપન્સને સ્ક્રેચ કરતી વખતે, ઘણી વખત એપ્લિકેશન યુઝર્સને કેટલાક પૈસા મળે છે. અહીં જ એપમાં કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે જે લોકોએ ભૂલ દરમિયાન કૂપન સ્ક્રેચ કર્યા હતા તેઓને 10 થી 1000 અમેરિકી ડોલર કેશબેક તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક યૂઝરને 240 ડોલર મળ્યા હોવાની વાત કહી છે.
કંપનીએ ઝડપથી ટેકનિકલ ખામી શોધી કાઢી અને પછી મોટાભાગના Google Pay યુઝર્સના એકાઉન્ટમાં જમા થયેલી રકમ પાછી ખેંચી લીધી. ટેક્નિકલ ખામીને કારણે Google-Pay એ એપ યુઝર્સને ટ્રાન્સફર કરાયેલા પૈસા મેઈલ કરીને માહિતી આપી હતી.
કંપનીએ મેઈલ કરીને કહ્યું કે “તમને મેલ મળ્યો છે કારણ કે તમારા Google Pay એકાઉન્ટમાં ભૂલથી પૈસા જમા થઈ ગયા હતા. હવે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે અને શક્ય હોય ત્યાં સુધી પૈસા પરત કરવામાં આવ્યા છે. જેમણે પૈસાને વાપરી નાંખ્યા છે તેમણે પૈસા પાછા કરવા જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે