જગતગુરૂ શંકરાચાર્યનું ચોંકાવનારૂ નિવેદન, કેન્દ્ર સરકારના ખર્ચે રામ મંદિર ન બનવું જોઇએ
કેન્દ્ર સરકારના ખર્ચે રામમદિર ન બનવુ જોઇએ તેવું ચોકાવનારૂ નિવેદન શંકરાચાર્ચ સ્વરૂપાનંદ સરસ્વતીએ આપ્યુ છે
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ : કેન્દ્ર સરકારના ખર્ચે રામમદિર ન બનવુ જોઇએ તેવું ચોકાવનારૂ નિવેદન શંકરાચાર્ચ સ્વરૂપાનંદ સરસ્વતીએ આપ્યુ છે. સ્વરૂપાનંદ સરસ્વતીજીએ કહ્યુ કે, કેન્દ્ર સરકાર પાસે જે રૂપિયા છે તે ગૌ માંસની નિકાસ થકી મેળવવામાં આવ્યા છે. માટે તે રૂપિયાથી મંદિર ન બનવુ જોઇએ. રામમંદિરના નિર્માણ અંગે વધુમાં તેમણ કહ્યુ કે, રામજન્મ ભુમીમાં ભગવાન રામનું મંદિર બનવુ જોઇએ. આરએસએસ અને વીએચપી જેવી તેની ભગીની સંસ્થઓ રામને ભગવાન નથી માનતી તે ભગવાન રામને મહા પુરૂષ માને છે. મહા પુરૂષનું સ્મારક બને છે મંદિર નહી.
તેઓ રામ લક્ષ્મણ સીતાના બદલે રામ આંબેડકર અને વિવેકાનંદને ઉભા રાખવા માંગે છે, જે મંજુર નથી. મંદિર બનાવવામાં કોઇ વિડંબના નથી માંગ એ છે કે લાખો લોકો દર્શન કરી શકે એવુ વિશાળ મંદિર બનવુ જોઇએ. જ્યાં ભગવાન રામની મુર્તીની સ્થાપના થાય વિશાળ મંદિર બનતાં વર્ષો લાગશે ત્યાં સુધી ચંદની લાકડીને સોનાથી મઢી એક મંદિર બનાવી ત્યાં રામ લલ્લાની સ્થાપના કરવી જોઇએ. જ્યારે નવુ મંદિર બને ત્યારે રામ લલ્લાને ત્યાં સ્થળાંતરીત કરવા જેના માટે સરકારમાં રજુઆત કરી છે.
નરસિહમા રાવ સરકારમાં તમામ ધર્માચાર્યોએ મળીને રામાલય ટ્રસ્ટની રચના કરી હતી. જે ટ્રસ્ટને મંદિર બનાવવાનો મોકો મળવો જોઇએ. જેનો દાવો સરકારમાં રાખવામાં આવ્યો છે. અમે તે મંદિર સરકારી પૈસાથી નહી બનાવીએ જે લોકોએ શ્રધ્ધાથી દાન કર્યુ છે તેનાથી મંદિર બનવુ જોઇએ. સીટીઝન એમડમેન્ટ એક્ટ વિશે શંકરાચાર્યએ કહ્યુ કે આ કાયદો પહેલાંથી બનેલો છે શા માટે તેનો અમલ ના કર્યો.
CAB વિશે ઉશ્કેરણીજનક લખાણ લખનાર MSUનાં 5 વિદ્યાર્થીઓની ધરપકડ, 2 ફરાર
આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ શંકરાચાર્ય સ્વરાપાનંદ સરસ્વતીની શુભેચ્છા મુલાકાત કરી. અદ્વેત આશ્રમ ખાતે રોકાયેલા શંકરાચાર્યના દર્શન માટે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા અને સિધ્ધાર્થ પટેલ પહોચ્યા. આશીર્વાદ મેળવ્યા આ અંગે શંકરાચાર્યએ કહ્યુ કે ઘણા લોકો મુલાકાત લેતા હોય છે. અમે તેમને દેશના ભલા માટે ના આશીર્વાદ આપ્યા છે. તમામ પાર્ટીના નેતાઓ મુલાકાત લેતા હોય છે. જન નેતા હોય અને જન હિતની વાત કરે તેમનુ હ્રદયથી સ્વાગત છે. દેશનુ ભલુ થાય તે સૌથી અગત્યની વાત છે. કોંગ્રેસના નેતાઓની આ મુલાકાતથી હિન્દુત્વ અંગેના કોંગ્રેસના સોફ્ટ વલણની ચર્ચાએ જોર પકડ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે