‘ગુજરાતમાં હજુ ચોમાસું સત્તાવાર રીતે બેઠું નથી’ એવા હવામાન વિભાગના દાવા વચ્ચે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં હજુ ચોમાસું સત્તાવાર રીતે બેઠું નથી એવા હવામાન વિભાગના દાવા વચ્ચે ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. આ આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં 14 જૂને ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, મોરબી તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, દાદરાનાગર હવેલી, ભરૂચ, વલસાડ, તાપીમાં વધુ અસર જોવા મળી શકે છે. ત્યારે 5 દિવસ સુધી મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા વડોદરામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાને આપી છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે સવારથી બપોરના 2 વાગ્યા સુધીમાં 23 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીના જલાલપુર અને ગીર સોમનાથના તાલાલામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.
BTPના છોટુ વસાવાનું નિવેદન, મતની જરૂર પડે ત્યારે જ મતલબી લોકો વાત કરે છે
ગીર પૂર્વમાં ભારે વરસાદ બાદ ગીરગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડ્યો છે. જેથી સનવાવ, કરેણી, કેસરિયા સહિતના ગામોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તો અમરેલીમાં રાજુલા પંથકમા ધોધમાર મેઘ સવારી થઈ હતી. રાજુલાના શહેર અને ગ્રામીણ વિસ્તારમાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. રાજુલા શહેરની મુખ્ય બજારમાં પાણી પાણી ફરી વળ્યા હતા. રાજુલાનો ઘાણો નદીમાં પૂર આવ્યું હતું. ઘાણો નદી બે કાંઠે વહેતી થઈ હતી.
જામખંભાળિયાના પંથકમાં પણ આજે ફરી વરસાદ પડ્યો હતો. ચોથા દિવસે સવારથી જ વરસાદી વાતાવરણ હતું. ભાડથર, કુબેર વિસોત્રી, માજા, 3 ગામોમાં વરસાદ તૂટી પડ્યો હતો. ભાડથર ગામે વરસાદના આગમનથી ખેડૂતોએ વાવણી શરૂ કરી હતી. વરસાદથી વાતાવરણમા ઠંડક પ્રસરી છે.
કોંગ્રેસ બેડામાં મોટી હલચલ, રાજકોટ બાદ હવે ગઢડામાં ભેગા થશે સૌરાષ્ટ્રના ધારાસભ્યો
સારા વરસાદથી ખેડૂતોએ ડાંગરની વાવણી શરૂ
ગુજરાતમાં સારા વરસાદ સાથે ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે. ડાંગરમાં 708 હેકટર વિસ્તારમાં વાવણીની શરૂઆત કરી છે. તો બાજરીમા 77 હેકટર, જ્યારે કે મકાઈમાં 61 હેકટર વિસ્તારમા વાવણીની શરૂઆત કરાઈ છે. મગફળીનું 1 લાખ 11 હજાર હેકટર વિસ્તારમાં વાવણી કરાયું છે. સોયાબીનનું 2,325 હેક્ટર વિસ્તારમાં વાવણી અને કપાસમા 78 હજાર હેકટર વિસ્તારમાં વાવણી કરાઈ છે. આ સાથે જ સારા વરસાદથી શાકભાજીનું વાવેતર પણ શરૂ કરાયું છે. 8,904 હેકટર વિસ્તારમાં શાકભાજીની વાવણી કરાઈ છે. આમ, રાજ્યમાં કુલ અઢી ટકા વિસ્તારમાં વાવણી કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે