દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 દિવસમાં અધધધ 50 ઈંચ વરસાદ

ગુજરાતમાં ચાલી રહેલી ચોમાસાની સીઝન દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો વરસાદે રેકોર્ડ તોડી નાખ્યા છે. દ્વારકા અને જામકલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ ભુક્કા કાઢ્યા છે. દ્વારકામાં છેલ્લા છ દિવસમાં એટલો વરસાદ પડ્યો કે છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 
 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 દિવસમાં અધધધ 50 ઈંચ વરસાદ

દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતમાં વરસાદને કારણે સૌથી વિકટ પરિસ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી છે. દ્વારકા હોય કે જામ કલ્યાણપુર તાલુકો અહીંના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. દ્વારકામાં તાજેતરમાં પડેલા વરસાદે અનેક રેકોર્ડ તોડી દીધા છે. સરકારી આંકડા પ્રમાણે દ્વારકામાં 30 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 31 ઈંચની કુલ સરેરાશ સામે 50 ઈંચ વરસાદ માત્ર છ દિવસમાં પડ્યો છે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તૂટ્યો રેકોર્ડ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો: 31 ઇંચની કુલ સરેરાશ સામે 50 ઇંચ વરસાદ પાંચ છ દિવસમાં થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક ગામડાઓમાં ભારે વરસાદને કારણે હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું.
 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 23, 2024

મુખ્યમંત્રીએ દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટીતંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઆલીટીના અભિગમ સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું.
 
દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના સંદર્ભે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થતા મુખ્યમંત્રીશ્રીએ દેવભૂમિ દ્વારકાની દરિયાઈ પટ્ટી અને અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ખાતે જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથેની બેઠકમાં જિલ્લાની વરસાદની સ્થિતિ અને પ્રશાસન દ્વારા લેવાયેલા રાહત બચાવના પગલાનો ચિતાર મેળવીને સ્થળાંતરિત કરાયેલા લોકોને તમામ પ્રાથમિક સુવિધા મળી રહે તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કુદરતી આફતોમાં બચાવ અને રાહત સહિતની કામગીરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાન માલને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે પ્રશાસન સુસજ્જ છે.
 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 23, 2024

મુખ્યમંત્રીએ દ્વારકા, કલ્યાણપુર સહિતના જે વિસ્તારોમાં અસાધારણ વરસાદ પડ્યો છે તે વિસ્તારોમાં લેવાયેલા પગલાઓ અને હજુ આગામી દિવસોમાં માલ મિલકતને વધુ નુકશાન ન થાય તે માટે તંત્રની સુસજ્જતા અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવીને રાજ્ય સરકાર અસરગ્રસ્તોની સાથે છે તેવો અહેસાસ પૂરો પાડવા સૂચનો કર્યા હતા. આ વિસ્તારોમાં પાણી ઓસરતાં જ જરૂરી સર્વે કરવા અંગે પણ તેમણે સંબંધિત વિભાગોને માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચોઃ આગામી સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર સંકટ, ભારે વરસાદની સંભાવના
 
કલેકટર  જી.ટી.પંડ્યાએ સમગ્ર સ્થિતિની માહિતી આપતા જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષનો  સરેરાશ વરસાદ ૭૬૯ મીમી છે તેની સામે છેલ્લા પાંચ છ દિવસમાં ૯૮૦ મીમી સરેરાશ વરસાદ એટલે કે ૩૧ ઇંચની સરેરાશ સામે ૫૦ ઇંચ વરસાદ વરસ્યો છે.
 
સતત વરસાદની સ્થિતિમાં આગોતરા આયોજન અને ત્વરિત પગલાંને કારણે પાણીમાં ફસાયેલા ૨૩ જેટલા લોકોને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા છે. અસરગ્રસ્તોના શેલ્ટર હાઉસમાં ભોજન અને આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુખ્યમંત્રીએ જિલ્લામાં માર્ગ અને પરિવહન સેવા જ્યાં પ્રભાવિત થઈ છે ત્યાં અગ્રતાના ધોરણે મરામત કામગીરી કરવા જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપી હતી.
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news