ગુજરાતના આ તે કેવા લગ્ન કે આખા વરઘોડાના જાનૈયા હોટલમાં ઘૂસ્યા! સંચાલકો, સ્ટાફ અને ટૂરીસ્ટોને ખંખેર્યા!

ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં જાનૈયાઓએ હોટલમાં કરી ધમાલ. વરઘોડો કાઢતા સમયે હોટલમાંથી લોકો પર ઢોળાયું પાણી. જાનૈયાઓએ હોટલમાં ઘૂસી સ્ટાફ અને સંચાલકો સાથે મારામારી કરી.

ગુજરાતના આ તે કેવા લગ્ન કે આખા વરઘોડાના જાનૈયા હોટલમાં ઘૂસ્યા! સંચાલકો, સ્ટાફ અને ટૂરીસ્ટોને ખંખેર્યા!

ઝી બ્યુરો/સોમનાથ: સોમનાથ મંદીર નજીક પ્રભાસ પાટણમાં ગત રાતની એક ઘટનામાં લગ્નના વરઘોડામાં જોડાયેલા જાનૈયાઓ વિફર્યા હોવાની વાત સામે આવી છે અને એક હોટલમાં હંગામો મચાવી દીધો હતો. વરઘોડો કાઢતા સમયે હોટલમાંથી લોકો પર પાણી ઢોળાયું હતું. જેના કારણે જાનૈયાઓ ગુસ્સે ભરાયા હતા અને હોટલમાં ઘૂસી સ્ટાફ અને સંચાલકો સાથે મારામારી કરી હતી. 

જાનૈયા હોટેલમાં ધમાચકડી મચાવી મારામારી પર ઊતરી આવ્યા!
આ ઘટના વિશે વાત કરીએ તો સોમનાથ મંદીર નજીક આવેલ હોટલ ભોલે નજીકથી મોડીરાત્રિના એક લગ્નનો વરઘોડો નીકળ્યો હતો અને હોટલમાં રહેલા કોઇ ટુરિસ્ટ કે અન્ય કોઇએ ભૂલથી પાણી ઉપરથી પાણી ઢોળ્યું હતું. આ બાબતે વરઘોડામા જોડાયેલા લોકોએ હોટેલમા ધમાચકડી મચાવી મારામારી પર ઊતરી પડ્યા હતા.

— Zee 24 Kalak (@Zee24Kalak) January 23, 2025

ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
આ ધમાલની તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હોટલ માલિકે પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હોટલ સંચાલકને માર મારવા બાબતે પોલીસને લેખિત ફરીયાદ પણ કરાઈ છે.

પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી સ્થિતિ સંભાળી!
પાણી વરઘોડા પર પડતાની સાથે તો આખો વરઘોડો હોટલમાં ઘુસી ગયો હતો અને હોટલના સંચાલકો, સ્ટાફ અને ટૂરીસ્ટોને પણ માર મારવા લાગ્યા હતા અને હોટલના સંચાલકોએ આ બાબતની જાણ પ્રભાસ પાટણ પોલીસને કરાતા તાત્કાલિક જ પ્રભાસ પાટણ પોલીસ ઘટનાસ્થળ પર પહોચી અને ભોગ બનનાર ટુરીસ્ટો અને સંચાલકનું નિવેદન લઇ વધુ તપાસ હાથ ધરેલ છે.

આખા વરઘોડાના લોકો જ હોટલમા ઘુસીને મારઝૂડ કરી
વાત કરીએ તો લગ્ન એક એવી વસ્તુ છે કે નાની મોટી ભૂલો પણ લોકો જતી કરતા હોય પરંતુ આ કેવા લગ્ન કે આખા વરઘોડાના લોકો જ હોટલમા ઘુસીને મારકુટ કરતા નજરે પડ્યા, સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ છે અને પોલીસ પણ વધુ તપાસ કરી રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news