રાજકોટમાં સ્પા સેન્ટર પર પોલીસના દરોડા, થાયલેન્ડની 7 યુવતીઓ ઝડપાઇ

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ઈલિગલ ઈમિગ્રેશનનો વ્યાપ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક વાર રાજકોટ પોલીસે ઈલિગલ ઈમિગ્રેશનના રેકેટનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ પોલીસે સ્પામાં દરોડો પાડી સ્પા સંચાલક સહિત થાયલેન્ડની 7 યુવતીઓને ઝડપી પાડી છે. 

રાજકોટમાં સ્પા સેન્ટર પર પોલીસના દરોડા, થાયલેન્ડની 7 યુવતીઓ ઝડપાઇ

રક્ષિત પંડ્યા, રાજકોટ: છેલ્લા કેટલાંય સમયથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ઈલિગલ ઈમિગ્રેશનનો વ્યાપ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક વાર રાજકોટ પોલીસે ઈલિગલ ઈમિગ્રેશનના રેકેટનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ પોલીસે સ્પામાં દરોડો પાડી સ્પા સંચાલક સહિત થાયલેન્ડની 7 યુવતીઓને ઝડપી પાડી છે. 

રાજકોટ એસીપી આર.એસ.ટંડેલને બાતમી મળી હતી કે, શહેરના એડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા વર્ક પરમિટ વગર થાયલેન્ડની યુવતીઓ કામ કરી રહી છે. ત્યારે એસીપી દ્વારા જાતે ચેકિંગ હાથ ધરવામા આવ્યું હતું. જે ચેકિંગ દરમિયાન થાયલેન્ડની સાત યુવતીઓ ઝડપાય હતી. જેમના પાસપોર્ટની તપાસ કરતા તમામ યુવતીઓ ટુરીસ્ટ વિઝા પર કામ કરતી જોવા મળી હતી.

હાલ તો પોલીસે તમામ યુવતીઓ અને સ્પા સંચાલકની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસે આ પહેલા એક સાથે 41 યુવતીઓને વર્ક પરમિટ વગર કામ કરતી પકડી પાડી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news