Gujarat Chutni 2022 : રોડ શોમાં રેકોર્ડ તોડ્યા બાદ આજે PM એ કાંકરેજમાં કહ્યું, બનાસડેરીને હવે ગંગા કિનારે લઇ જવી છે
Gujarat Election 2022 : પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ... બનાસકાંઠા, પાટણ, આણંદ અને અમદાવાદમાં ચૂંટણીસભા... સૌથી પહેલા સભા કાંકરેજમાં સંબોધી
Trending Photos
Gujarat Election 2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણી માતે પ્રથમ તબક્કાના મતદાનના દિવસે સૌથી લાંબો રોડ શો યોજ્યો હતો. આ રોડ શોએ તમામ રેકોર્ડ તોડ્યા હતા. 10 લાખથી વધુ લોકો પીએમ મોદીના રોડ શોમાં જોડાયા હતા. ભારતમા 50 કિલોમીટર આયોજીત સૌથી લાંબો રોડ શો હતો. જેમાં અમદાવાદની 14 વિધાનસભા અને ગાંધીનગરની 1 બેઠકને રોડ શોમા આવરી લેવામા આવી હતી. ચાર કલાકના રોડ શોમા લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે હવે આજે પ્રધાનમંત્રીએ પહેલી જનસભા કાંકરેજમાં સંબોધી હતી.
દેવ દરબારની આ પવિત્ર ધરતી અને જળ દેવતાના આર્શીવાદ મળ્યા છે. પહેલા ઓગણનાથના મહારાજના ચરણોમાં માથુ ટેકવવાની ઈચ્છા થઈ. તેમની કૃપા આપણને સંકટના સમયમાં સાથે આપે છે. ઉત્તર ગુજરાતના પટ્ટામાં જ્યારે સંકટ આવ્યુ તેમના આર્શીવાદ મળ્યાં છે.
પ્રથમ ચરણમાં જનતાએ ભાજપનો ડંકો વગાડ્યો છે. ગઈકાલે અમદાવાદમાં જનસાગરના દર્શન કરીને રાત્રે રાજભવન પહોંચ્યો તો મેં અનેક લોકોને ફોન કર્યાં.
ભૂતકાળના રેકોર્ડ તોડીને ભાજપ સરકાર બનાવશે.
દિલ્હીમાં મેં કાંકરેજની ગાયના વખાણ કર્યાં. અભાવમાં પણ કાંકરેજની ગાય સ્વભાવ ન બદલે. તકલીફોમાં પણ આ ગાય સારી રહે. કાંકરેજની ગાય દેશનું ગૌરવ છે.
ભારત પાસેની આ વિરાસત આપણી શક્તિ છે. આ દેશીન નસ્લની ગાયોને સંરક્ષિત કરવા ભાજપે રાષ્ટ્રીય ગોકુળ મિશન બનાવ્યું છે.
હું કાશીનો સાંસદ છું, તો ત્યાંના 100 ખેડૂતોને બનાસ ડેરી લઈ આવ્યો, તેમને આશ્ચર્ય થયુ કે અહીના લોકો ગાયના પાલન માટે કેવુ કામ કરે છે. દેશમાં જેટલુ અનાજ પેદા થાય છે, તેના કરતા વધુ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે. ડેરી ઉદ્યોગને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ બદલાઈ. દુધ ઉત્પાદનમાં વધારો થયો.
બનાસ ડેરીનો વિસ્તાર વધારાયો. બનાસ ડેરીની બ્રાન્ચ કાશીમાં શરૂ થઈ રહી છે. બનાસ ડેરી બનાસ કિનારેથી ગંગા કિનારે જઈ રહી છે.
અમે વિકાસ માટે કોંગ્રેસીયા સામે લડી લડીને આગળ આવ્યા છીએ, તમારે હજુ આગળ મોકવાના છે
જે બનાસકાંઠા બટાકાના નામે, અનાજના નામે જાણીતું ન હતું, આખું હિન્દુસ્તાન ઓળખતુ થઈ ગયું
નડાબેટ પર કોઇ ડોકિયું નહોતું કરતું અત્યારે હજારો લોકો આવે છે, દેશની ધરોહરની રક્ષા માટે અમે કામ કર્યું છે
મોદીનું મિશન ગુજરાત
ગુરુવારે ભવ્ય રોડ બાદ બાદ પ્રધાનમંત્રી મોદી ફરી અમદાવાદમાં બીજો રોડ શો કરશે. આજે શાહીબાગથી સભા સ્થળ સુધી રોડ શો કરશે, જેમાં નગરદેવી ભદ્રકાળી મંદિરમાં દર્શને જશે. આજે સાંજે 4 વાગે રોડ શો શરૂ થશે. જેના માટે શાહીબાગથી સરસપુર સુધી બેરિકેટિંગ કરાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે