સુરતના આ આર્ટીસ્ટે પેન્સીલની અણી પર બનાવી પીએમ મોદીની મુખાકૃતિ
આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદ અને પદ બંનેમાં મોટા છે. પણ સુરતના એક મિનીએચર આર્ટિસ્ટે પીએમ મોદીનું કદ નાનું કરી નાખ્યું છે. વાસ્તવમાં આ આર્ટિસ્ટએ પીએમ મોદીની મુખાકૃતિને પેન્સિલની અણી પર ખૂબ ચિવટતાથી કંડારી છે જેને તૈયાર કરતા બે દિવસ જેટલો સમય લાગ્યો હતો.
Trending Photos
ચેતન પટેલ/સુરત: આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદ અને પદ બંનેમાં મોટા છે. પણ સુરતના એક મિનીએચર આર્ટિસ્ટે પીએમ મોદીનું કદ નાનું કરી નાખ્યું છે. વાસ્તવમાં આ આર્ટિસ્ટએ પીએમ મોદીની મુખાકૃતિને પેન્સિલની અણી પર ખૂબ ચિવટતાથી કંડારી છે જેને તૈયાર કરતા બે દિવસ જેટલો સમય લાગ્યો હતો.
સુરતના પર્વતપાટિયા વિસ્તારમા રહેતા પવન શર્મા આમતો કાપડના વેપારી છે. જો કે છેલ્લા દસ વર્ષથી તેમને કલાકૃતિ પ્રત્યે ખુબ જ પ્રેમ છે. તેઓ પોતાના ઘરે પેન્સિલની અંદર ઉપર સરદાર, મહાત્મા ગાંધી, ગણેશજી જેવા 130 જેટલા આર્ટ બનાવી ચૂકયા છે. આ સાથે પવન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેન પણ છે અને લોકસભાની ચૂંટણી પણ નજીક આવનારી છે. ત્યારે તેમને વડાપ્રધાન નરેન્દ્રમોદીનો પ્રચાર-પ્રસાર કરવા માટે તેમને મોદીની મુખાકૃતિ બનાવવાનો વિચાર આવ્યો હતો.
તેઓએ 5 એમએમ પેન્સિલ પર મોદીની મુખાકૃતિ તૈયાર કરી છે. આ કૃતિ તૈયાર કરતા તેમને બે દિવસ જેટલો સમય લાગ્યો છે. ખુબ જ હલકા હાથે આ કૃતિ તૈયાર કરવામા આવી છે. જો કોઇ પણ નાની ભૂલ અહી થાય તો પેન્સિલની અણી તુટી જવાની પૂરેપૂરી શકયતા રહેલી છે. અને ફરીથી નવેસરથી આ મુખાકૃતિ તૈયાર કરવાની નોબત આવે છે. પવન શર્માએ તૈયાર કરેલી આ કૃતિ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ કરવા માગે છે. તેઓએ આ અંગે મેઇલ કરીને પીએમઓ માંથી વડાપ્રધાનને મળવાનો સમય પણ માગ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે