પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ
Gujarat Fake Letter Scandal: અમરેલી લેટરકાંડના મુદ્દે વિવાદ સતત વધી રહ્યો છે. પત્રમાં લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપો અને પાટીદાર યુવતીના અપમાન મુદ્દે શનિવારે પરેશ ધાનાણીએ અમરેલી અડધો દિવસ બંધ રાખવાની જાહેરાત કરી છે.
Trending Photos
અમરેલીઃ અમરેલી લેટરકાંડમાં પાટીદાર સમાજની દીકરીના અપમાનનો મુદ્દે વિવાદ વધી ગયો છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આ મુદ્દે ધારાસભ્ય કૌશિક વેકરિયા દ્વારા મૌન ન તોડવા પર શનિારે અમરેલી બંધની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પાટીદાર દીકરીને ન્યાય મળે તે માટે આવતીકાલે અડધો દિવસ વેપાર-ધંધા બંધ રાખવાની અપીલ કરી છે. સાથે પોલીસ અને ભાજપ પર પરેશ ધાનાણીએ આકરા પ્રહાર કર્યા છે. પરેશ ધાનાણીના 24 કલાકના ધરણાં પૂર્ણ થયા છે અને હજુ પણ ધરણાં ચાલુ રાખવાની વાત કરી છે.
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ લેટરકાંડમાં લગાવવામાં આવેલા આરોપો પર ચર્ચા માટે ભાજપ ધારાસભ્ય અને ઉપ દંડક કૌશિક વેકરિયાને રાજકમલ ચોક પર આવી પોતાની વાત રાખવાનો આગ્રહ કર્યો હતો. કૌશિક વેકરિયા 24 કલાકની સમયમર્યાદામાં અમરેલીના રાજકમલ ચોક પર ન પહોંચતા ધાનાણીએ અમરેલી બંધની જાહેરાત કરી છે.
આ પહેલા પરેશ ધાનાણીએ પાટીદાર સમાજની દીકરીને અપમાનિત કરવાના મામલામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ અલ્ટીમેટમ આપ્યું હતું. ધાનાણીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી પાટીદાર સમાજની દીકરીને અપમાનિત કરનારને સજા આપે, બાકી તે આગળના પગલા ભરવા મજબૂર થશે. મહત્વનું છે કે પરેશ ધાનાણીએ લેટરકાંડમાં ધરપકડ કરાયેલી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે નારી સ્વાભિમાન આંદોલન શરૂ કર્યું છે. તેને કોંગ્રેસા બેનરની જગ્યાએ સામાજિક રીતે લોન્ચ કરવામાં આવ્યું છે.
"બીજા મુદ્દા નથી એટલે લેટરકાંડ પર રાજનીતિ કરે છે કોંગ્રેસ"- ઋષિકેશ પટેલ#Amreli #letterscam #RushikeshPatel #ZEE24KALAK #Patidarsamaj #Video pic.twitter.com/MJVVMTFj3C
— Zee 24 Kalak (@Zee24Kalak) January 10, 2025
સરકારના પ્રવક્તા ઋષિકેષ પટેલે આપી પ્રતિક્રિયા
અમરેલી રાજનીતિનું એપી સેન્ટર બન્યું હોય તેમ લાગી રહ્યું છે. લેટરકાંડમાં પાટીદાર દીકરીનાને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ધરણાં કર્યા. તો આ મુદ્દે પર સરકારના પ્રવક્તા મંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે લેટરકાંડ પર રાજનીતિ ન કરવી જોઈએ. કેટલાક વિષયો રાજનીતિથી પર હોવા જોઈએ. પરંતુ કોંગ્રેસ પાસે બીજા કોઈ મુદ્દા નથી એટલે લેટરકાંડ પર રાજનીતિ કરે છે. ઉલ્લેખનીય છે કે પાટીદાર દીકીરીને ન્યાય અપાવવા નામે રાજનીતિ થઈ રહી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે