શું ખરેખર કોફી પીવાથી આયુષ્ય વધે છે? જાણો રિચર્સમાં શું જાણવા મળ્યું

Coffee Benefits: કોફી એ એક સ્ટેપલ ડ્રિંક છે, જે વિશ્વભરના મોટાભાગના લોકો પીવે છે. લોકો સવારથી સાંજ સુધી ગમે ત્યારે કોફી પીવે છે, કારણ કે તે એનર્જી બૂસ્ટર ડ્રિંક છે. એક નવી સ્ટડીમાં સામે આવ્યું છે કે, જો આપણે આ સમયે કોફી પીશું તો આપણું આયુષ્ય લાંબુ થઈ શકે છે. ચાલો આ વિશે જાણીએ.

શું ખરેખર કોફી પીવાથી આયુષ્ય વધે છે? જાણો રિચર્સમાં શું જાણવા મળ્યું

Coffee Benefits: કોફી અને ચા બન્ને વિશ્વભરમાં પીવામાં આવતા સૌથી સામાન્ય ડ્રિંક્સ છે. મોટાભાગના લોકો તેમની સવારની શરૂઆત આ ડ્રિંક્સ પીને કરે છે. જો કે, ઘણી વખત સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે, કોફી કે ચા ખાલી પેટે ન પીવી જોઈએ કારણ કે તેની કેટલીક આડઅસર થાય છે. જો મર્યાદિત માત્રામાં સેવન કરવામાં આવે તો તમને બન્ને ડ્રિંક્સના સ્વાસ્થ્ય લાભ મળે છે. એક નવા રિસર્ચમાં ખુલાસો થયો છે કે, જો આપણે સવારે કોફી પીતા હોઈએ તો તે તમારું આયુષ્ય વધારી શકે છે. ચાલો રિસર્ચ વિશે વિગતવાર જાણીએ.

શું કહે છે સ્ટડી?
ન્યુટ્રિશન એક્ઝામિનેશન સર્વે દ્વારા 1999 થી 2018 વચ્ચે 40,725 લોકો પર આ રિસર્ચ કરવામાં આવ્યું છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન રિસર્ચ ટીમે તમામ લોકોના દૈનિક આહાર અને દરરોજના ખોરાકના સેવનનો કાઉન્ટ કર્યો છે. દર અઠવાડિયે તેમની તપાસ કરવામાં આવી હતી, જેમાં તેમને જાણવા મળ્યું કે, સર્વેમાં ભાગ લેનારા લોકો સવારે કોફી પીતા હોય તો તેમનું આયુષ્ય 16% સુધી વધી જાય છે. જ્યારે કોફી દિવસના અન્ય સમયે પીવામાં આવે છે, તો તેના કેટલાક ગેરફાયદા પણ જોવા મળ્યા છે.

બીજું શું જાણવા મળ્યું?
વિયોનના રિપોર્ટ અનુસાર જે લોકો સવારે કોફી પીવે છે તેમને કાર્ડિયોની સમસ્યાનું જોખમ ઓછું હોય છે. જ્યારે જે લોકો દિવસના કોઈપણ સમયે કોફી પીવે છે, તેઓમાં કોઈ સ્વાસ્થ્યપ્રદ ફેરફારો જોવા મળ્યા નથી. જો કે, આ રિસર્ચમાં એવો કોઈ દાવો નથી કરવામાં આવ્યો કે જો તમે સવારે કોફી પીશો તો તમને હાર્ટ કે કાર્ડિયો પ્રોબ્લેમ નહીં થાય કે તેનાથી મૃત્યુ પણ નહીં થાય. આની પુષ્ટિ કરવા માટે હજુ વધુ રિસર્ચની જરૂર છે.

રોજ સવારે કોફી પીવાના ફાયદા

  • દરરોજ 1 કપ કોફી પીવાથી એનર્જી બૂસ્ટ થાય છે.
  • કોફી પીવાથી તમારું ફોકસ વધે છે અને તમારા મનને આરામ મળે છે.
  • કોફી પીવાથી શરીરને એન્ટીઓક્સીડેન્ટ મળે છે.
  • કોફી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
  • કોફીનું સેવન બીપી અને ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.

દિવસ હોય કે રાત રોજ ખાવો 2 લીલી ઈલાયચી, આ 5 સમસ્યાઓનો જડમૂળમાંથી થશે ખાત્મો

Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news