અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?

મોડી રાત સુધી ગરબા રમવા માટે ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં નવરાત્રીને લઈને મેટ્રો ટ્રેન મોડી રાત સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં અત્યારે નવરાત્રિના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. મોડી રાત સુધી ગરબા રમવા માટે ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં નવરાત્રીને લઈને મેટ્રો ટ્રેન મોડી રાત સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

તમને જણાવી દઈએ કે નવરાત્રિને લઇ એક બાદ એક છુટ આપવમાં આવી રહી છે. ત્યારે આજે નવરાત્રીને લઈને વધુ એક છૂટ આપવામાં આવી છે.

2 વાગ્યા સુધી ટ્રેનનું સંચાલન
નવરાત્રીને લઈને મેટ્રો ઓથોરિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં નવરાત્રી સુધી રાત્રિના 2 વાગ્યા સુધી ટ્રેનનું સંચાલન કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતુ. મેટ્રોના કારણે રાત્રિના સમયે શહેરીજનોને આવવા જવામાં પણ સગવડા મળશે. 

નોંધનીય છે કે,  અગાઉ નવરાત્રિને લઇ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા નવરાત્રિના તમામ દિવસો રાત્રિના મોડે સુધી ગરબા રમાવાની જાહેરાત કરાઈ હતી, આ સાથે ખેલૈયાઓ માટે ફાસ્ટ ફુડની દુકાનોને પણ છુટ આપી દેવામાં આવી છે. જેનાથી લોકોના ધંધા રોજગારી પણ વધશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news