ગુજરાતના આ શહેરમાં હવે પાળતૂ શ્વાન માટે લાયસન્સ ફરજિયાત, 1 જાન્યુઆરીથી નવો નિયમ લાગુ
Pet License In Ahmedabad: અમદાવાદ મનપાનો પાલતુ શ્વાન મુદ્દે મહત્વનો નિર્ણય લીધો છે. રખડતા પશુઓ ઉપર અંકુશ બાદ હવે શહેરમાં રખડતા અને પાલતુ શ્વાન માટે નોંધણી કરાવવી ફરજિયાત બની છે. 1 જાન્યુઆરી 2025 થી 90 દિવસમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે
Trending Photos
Ahmedabad News : શ્વાન પાળવાનો શોખ લોકોમાં આજકાલ ઘણો વધ્યો છે. શહેરથી લઈ ગામડાં સુધી લોકો શ્વાન પાળે છે. લાખો રૂપિયાના શ્વાન ખરીદી લોકો ઘરમાં ઉછેરે છે. એટલું જ નહીં દર મહિને હજારો રૂપિયા તેમની સારસંભાળ માટે ખર્ચી દે છે. તો એ તમામ લોકો અને શ્વાન પાળવાનું વિચારતા લોકો જરા આ વાંચી લેજો કારણ કે શ્વાન પાળવા માટેના કેટલાક નિયમો અને શરતો છે એટલું જ નહીં પાલતું શ્વાન માટે લાયસન્સ પણ રાખવું પડશે.
અમદાવાદમાં ઘરે પાલતુ શ્વાન રાખવા રજિસ્ટ્રેશન જરૂરી બનાવાયું છે. 1 જાન્યુઆરીથી પાળતૂ શ્વાનનું AMCમાં રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. શ્વાન અને તેને રાખવાની જગ્યાના ફોટા આપવા કોર્પોરેશનમાં આપવા પડશે. AMCની વેબસાઈટ પર શ્વાનના ફોટા અપલોડ કરવાના રહેશે. પાલતુ શ્વાન રાખવા 200 રૂપિયા ભરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એટલું જ નહિ, પાલતુ શ્વાનનું રસીકરણ ફરજિયાતપણે કરવું પડશે. શહેરમાં જે પણ નાગરિકો શ્વાન રાખતા હોય તેઓએ 90 દિવસમાં આ રજીસ્ટ્રેશન કરાવી દેવાનું રહેશે.
આ ડોક્યુમેન્ટ્સ જરૂરી
અરજદારનું આધાર કોડ/ચુંટણી કાર્ડ, અરજદારનું ટેક બિલ અરજદારનું લાઈટ બિલ - અરજદારનો ફોટોગ્રાફસ - પાલતુ શ્વાનનો ફોટો, પેટ ડોગ રાખવાના સ્થળનો ફોટોગ્રાફસ
આમ, અમદાવાદમાં પાળતૂ શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું છે. જેથી પાલિકા પાસે તેમારા પાળતૂ શ્વાનની તમામ માહિતી ઉપલબ્ધ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે