ગુજરાત પોલીસના ઈતિહાસમાં 63 લાખના તોડકાંડમાં મોટું એક્શન, પૂર્વ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ

Morbi Raid Action : મોરબીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી... ટંકારાના પૂર્વ પીઆઈ અને  હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ... જુગારમાં દરોડા દરમિયાન તોડ કરવા મુદ્દે ગુનો દાખલ... તપાસ બાદ બંનેને કરાયા હતાં સસ્પેન્ડ....
 

ગુજરાત પોલીસના ઈતિહાસમાં 63 લાખના તોડકાંડમાં મોટું એક્શન, પૂર્વ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ

Morbi News : રાજકોટના નામાંકિત ઝવેરી ભાસ્કર પારેખ સહિતના પ્રતિષ્ઠિત લોકોને જુગારના ખોટા કેસમાં ફસાવીને 63 લાખનો તોડ કરવા બદલ પોલીસ ઈન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને રાઇટર કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે મોરબી પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. સાવ ખોટો કેસ થયાની ડીજીપીને અરજી મળ્યા બાદ સ્ટેટ મોનીટરીંગસેલના એસપી નિર્લિપ્ત રાયની તપાસમાં મોટો ધડાકો થયો હતો. મોરબીના ટંકારાના રિસોર્ટમાં પ્રતિષ્ઠિત નબીરાઓને ખોટા કેસમાં પડાવી 63 લાખ પડાવી લેવાયા હતા. માર નહીં મારવાના, લોકઅપમાં નહીં મૂકવાના અને પ્રેસનોટ જાહેર નહીં કરવાના પોલીસે રૂપિયા પડાવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે સીસીટીવી અને સાહેદોના નિવેદનો લઈને પોલીસના કાળા કરતુતોનો ભાંડો ફોડ્યો છે. લાખોની લાંચ લેનાર પી.આઈ ગોહિલ સસ્પેન્ડ બાદ લાપતા થયા છે. તો રાઇટર કોન્સ્ટેબલ મહિપતસિંહની શોધખોળ ચાલુ છે. રાજ્યના પોલીસ તંત્રના ઈતિહાસમાં 63 લાખનો તોડ થયાની તપાસ બાદ ફરિયાદ દાખલ કર્યાનો પ્રથમ બનાવ બન્યો છે. 

મોરબી જિલ્લાના એસએમસીની તપાસ બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ટંકારા પોલીસ સ્ટેશનના પૂર્વ પીઆઇ-હેડ કોન્સટેબલ સામે ગુનો નોંધાયો છે. લજાઈ પાસે આવેલ હોટલમાં જુગારની રેડમાં થયેલ તોડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એસએમસીના એસપી નિર્લિપ્ત રાયની સ્થળ તપાસ બાદ બંનેને સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે હવે પૂર્વ પીઆઇ વાય.કે. ગોહેલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ છે. તાજેતરમાં જ પીઆઇની અરવલ્લી અને હેડ કોન્સટેબલની દાહોદ બદલી કરાઈ હતી. 

17 ઓક્ટબરે કમ્ફર્ટ હોટલ પર રેડ કરવામા આવી હતી. મોરબી જિલ્લામાં લજાઈ નજીક હોટલમાં થયેલ રેડ બાદ એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમ તપાસ માટે પહોંચી હતી. હોટલમાં જુગારની રેડ કરવા ગયેલા ટંકારાના પીઆઈ વાય કે ગોહિલ અને હેડ કોસ્ટેબલ મહિપતસિંહ સોલંકી સસ્પેન્ડ કરાયા હતા. પીઆઇ વાય કે ગોહિલની અરવલ્લી જિલ્લામાં અને હેડ કોસ્ટેબલ મહિપતસિંહ સોલંકીની દાહોદ જિલ્લામાં બદલી કરાઈહતી. 

રેડ પાડવામાં આવી હતી ત્યારે શું બન્યું હતું 
મોરબી જિલ્લાના લજાઈ ગામ પાસે આવેલ હોટલમાં થોડા સમય પહેલા સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી અને જે તે સમયે આ રેડ ની કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા હતા અને આ રેડમી તપાસ ગુજરાતના પોલીસવાળા દ્વારા એસએમસીને સોંપવામાં આવી છે. ટંકારાના લજાઈ પાસે આવેલ કમ્ફર્ટ હોટલના રૂમમાં જુગારની રેડ કરી હતી ત્યારે પ્લાસ્ટિકના ટોકન રાખીને જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા અને તેની રોકડ રકમ ગાડીમાં રાખી હતી. જેથી કરીને પોલીસે ૧૨ લાખ રોકડા તેમજ અન્ય મુદામાલ મળીને ૬૩.૧૫ લાખનો મુદામાલ કબજે કરેલ હતો અને આરોપી ગોપાલભાઈ રણછોડભાઈ સભાડ, ચીરાગ રસીકભાઈ ધામેચા, રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, રવિ મસુખભાઈ પટેલ, વિમલભાઈ રામજીભાઈ પટેલ, ભાસ્કરભાઈ પ્રભુભાઈ પારેખ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર અને નિતેષભાઈ નારણભાઈ ઝાલરીયાને પકડવામાં આવેલ હતા. જ્યારે કે, રજનીકાંત ભરતભાઈ દેત્રોજા (રહે. ચિત્રકુટ સોસાયટી મોરબી વાળા) ને પકડવાનો બાકી છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી રવિ મનસુખભાઇ પટેલે તેનુ નામ ખોટું આપ્યું હતું. જેથી કરીને તેનું સાચું નામ તીર્થ અશોકભાઈ ફળદુ હોય ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં વધુ એક કલરનો ઉમેરો કરીને પોલીસ એ કાર્યવાહી કરી હતી. જોકે હોટલની અંદર કરવામાં આવેલ જુગારની રેડીને લઈને અનેક સવાલો ઉભા થયા હતા અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી હતી, જેથી કરીને આ બાબતની તપાસ જે તે સમયે રેન્જ આઇજી દ્વારા લીંબડીના ડીવાયએસપીને સોંપવામાં આવી હતી હતી. જોકે ગુજરાતના પોલીસ વડા દ્વારા આ ચકચારી જુગારની રેડ બાબતે એસએમસીને તપાસ સોંપવામાં આવી હોય આજે એસએમસીના એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામરીયા સહિતનો કાફલો કમ્ફર્ટ હોટલ ખાતે પહોંચ્યો હતો અને સતત 9 કલાક સુધી જુદી જુદી બાબતોની તપાસ કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news