જેતપુરમાં એમ્બ્યુલન્સ નહી મળતા વિધવા માતાએ રેકડીમાં પુત્રને લઇ જવા મજબુર
Trending Photos
અમદાવાદ : કોરોના વાયરસને કારણે લોકડાઉનની સ્થિતીમાં સૌથી વધારે અસર ગરીબ લોકો પર પડી રહી છે. તેમાં પણ ખાસ કરીને ગરીબોનાં ઘરમાં જ્યારે બિમારી પ્રવેશે છે ત્યારે તેની સ્થિતી આર્થિક અને શારીરિક બંન્ને રીતે પડી ભાંગતો હોય છે. જેતપુરમાં આવો જ એક માનવતાને શરમજનક સ્થિતીમાં મુકતો કિસ્સો સામે આવ્યો છે.
એક વિધવા મહિલાનો પુત્ર બીમાર પડવાનાં કારણે તેનો હોસ્પિટલ લઇ જવાયો હતો. જો કે લોકડાઉનમાં એમ્બ્યુલન્સ નહી મળવાનાં કારણે તેને લારીમાં હોસ્પિટલ લઇ જવાનો વારો આવ્યો હતો. કરૂણતા છે કે હાલ ધોમધખતો ઉનાળો ચાલી રહ્યો છે જેના કારણે આકરા તાપમાં માતા 2 કિલોમીટર સુધી પોતાનાં પુત્રને લારીમાં હોસ્પિટલ સુધી લઇ જવા માટે મજબુર બની હતી.
થોડા સમય અગાઉ જ અકસ્માત થયો હોવાનાં કારણે પુત્રને દુખાવો થયો હતો. જો કે જેતપુર હોસ્પિટલ પહોંચાડ્યા બાદ તેને ફરજ પર હાજર તબીબે જુનાગઢ રિફર કર્યો હતો. માતાએ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ અંગે કહ્યું તો, હોસ્પિટલ દ્વારા કોઇ એમ્બ્યુલન્સની સુવિધા નહી અપાતા માતાએ રેકડીને જ એમ્બ્યુલન્સ બનાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 108ને ફોન કરતા ગાડી જુનાગઢ ગઇ હોવાનું જણાવ્યું હતું. હાલ કોઇ ગાડી ખાલી નહી હોવાથી તમારી રીતે વ્યવસ્થા કરો તેવું જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે