આવી તો શું ઉતાવળ? ગુજરાતની એક શાળામાં વિદ્યાર્થીનીઓ રૂમમાં હતી અને શિક્ષકો તાળું મારીને ઘરે જતા રહ્યા!
નવાગામમાં આવેલ કન્યા શાળામાં ધો. 1થી 8ના વર્ગો ચાલે છે. શાળામાં ફરજ બજાવતા 5 શિક્ષકો પૈકી આચાર્ય ઓડિટમાં અને અન્ય બે શિક્ષકો તાલીમમાં ગયા હતા. જયારે બે શિક્ષિકા શાળામાં હાજર હતી. શાળાના બીજા માળે આવેલ ધો.7ના વર્ગમાં કુલ 17 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.
Trending Photos
નચિકેત મહેતા/ખેડા: ખેડા તાલુકાના નવાગામ ખાતે આવેલ કન્યા શાળામાં ધો.7ની વિદ્યાર્થીનીઓ ઉપરના માળે વર્ગખંડમાં હોવા છતાં મુખ્ય દરવાજાને તાળુ મારીને શિક્ષકો ઘરે જતા રહ્યા હતા. શાળા છૂટવાના સમયે મુખ્ય ગેટને તાળું જોતા વિદ્યાર્થીનીઓએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના સ્થાનિકો સહિત વાલીઓ દોડી આવ્યા હતા. શાળાની ચાવીઓ મંગાવીને તાળુ ખોલીને વિદ્યાર્થીનીઓને બહાર લાવવામાં આવી હતી.
નવાગામમાં આવેલ કન્યા શાળામાં ધો. 1થી 8ના વર્ગો ચાલે છે. શાળામાં ફરજ બજાવતા 5 શિક્ષકો પૈકી આચાર્ય ઓડિટમાં અને અન્ય બે શિક્ષકો તાલીમમાં ગયા હતા. જયારે બે શિક્ષિકા શાળામાં હાજર હતી. શાળાના બીજા માળે આવેલ ધો.7ના વર્ગમાં કુલ 17 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. 10 ડિસેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે શાળા બંધ કરવામાં આવી હતી.પરંતુ શાળામાંથી તમામ વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા છે કે નહીં તેની નિયમોનુસારની તપાસ હાજર શિક્ષકો દ્વારા કરવામાં આવી ન હતી. જેથી ધો.7ની વિદ્યાર્થીનીઓ શૈક્ષણિક કાર્યમાં મશગુલ હતી અને શિક્ષિકાઓ શાળાના મુખ્ય દરવાજાને તાળું મારીને ઘરે જતા રહ્યા.
દરમ્યાન પાંચ વાગવા છતાંયે શાળા કેમ ન છૂટી તે જોવા ધો.7ની વિદ્યાર્થીનીઓ વર્ગખંડની બહાર આવતા મુખ્ય દરવાજે તાળું જોતા ગભરાઈ ગઇ હતી. તેઓએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. બીજી તરફ રોજના નિયત 2 સમયે વિદ્યાર્થીની ઘરે ન આવી હોવાની ચિંતા કરતા વાલીઓએ શાળાને તાળું માર્યાની વાત ખબર પડતા દોડી આવ્યા હતા અને શિક્ષિકાઓની બેદરકારી મામલે હોબાળો મચાવ્યો હતો.
તાત્કાલિક ચાવી મંગાવીને તાળુ ખોલવામાં આવ્યું હતું અને સમગ્ર મામલે તાલુકા પ્રાથમિક શાળા.ને જાણ કરવામાં આવી હતી. જો કે આ ગંભીર પ્રકારની ભૂલ સંદર્ભે તંત્ર દ્વારા જવાબદાર શિક્ષિકાઓ સામે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને સમાધાન કરીને મામલો આટોપી લેવાનો પ્રયાસ થયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે