વડોદરામાં આભ ફાટ્યું: પૂરની સ્થિતિ વચ્ચે NDRFની ટીમનું રેસ્ક્યૂ, દાઢ માસના બાળકનો બચાવ્યો જીવ
વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યાં છે. NDRFની ટીમો દ્વારા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. તે દરમિયાન વડોદરામાં NDRFના એક જવાને દોઢ માસના બાળકને ટબમાં માથે મુકી ધસમસતા જળ પ્રવાહમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા
Trending Photos
વડોદરા: વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યાં છે. NDRFની ટીમો દ્વારા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. તે દરમિયાન વડોદરામાં NDRFના એક જવાને દોઢ માસના બાળકને ટબમાં માથે મુકી ધસમસતા જળ પ્રવાહમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. એક યુગમાં ભગવાન કૃષ્ણના જન્મ બાદ વાસુદેવે તેમને ટોપલામાં માથે મુકી યમુના નદી પાર કરી હતી. તેવા જ દ્રશ્યો આજે વડોદરામાં જોવા મળ્યા હતા.
વડોદરામાં જળબંબાકારના પગલે આખું શહેર મોટા સરોવરમાં ફેરવાઈ ગયું છે. શહેરમાં 20 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરનું જનજીવન ઠપ થઇ ગયું હતું. ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પરથી ઉપર આવતા શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પાર કરતા કાલાધોડાનો બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
ત્યારે NDRFની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવ કામગીર પૂરજોશમાં કરી રહી છે. તે દરમિયાન NDRFના એક જવાને દોઢ માસના બાળકને બચાવ્યું હતું અને સાથે સાથે એક સગર્ભા મહિલાને પણ બચાવી હતી. તો બીજી તરફ વડસર ગામમાં રહેતા કુલ 65 પરિવાર જેના ઘરમાં પાણી ઘૂસી જતા NDRF અને માંજલપુર પોલીસે રેસ્ક્યુ કરી લોકોને સહી સલામત સુરક્ષિત જગ્યા પોચડ્યા હતા.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે