હવે ગુજરાતમાં મોદીનો જાદુ ચાલશે, આજથી હોમગ્રાઉન્ડ પર બેટિંગ કરશે પ્રધાનમંત્રી મોદી
PM Modi In Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે... બપોરે બનાસકાંઠાના ડીસામાં કરશે પ્રચાર... તો સાંજે હિંમતનગરમાં ગજવશે સભા...
Trending Photos
Loksabha Election 2024: આજે 1 મે, એટલે ગુજરાતનો સ્થાપના દિવસ. ભાજપના બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં એન્ટ્રી લઈ રહ્યા છે. હાલ લોકસભા ચૂંટણીને કારણે દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભાઓ ગજવી વિપક્ષની તમામ રણનીતિઓને ઉંધી પાડી રહ્યા છે. ગુજરાતમાં 7 મેએ મતદાન થવાનું છે. મતદાનના બરાબર એક અઠવાડિયા પહેલા પહેલા જ પ્રધાનમંત્રી ગુજરાતમાં 6 જનસભાઓ ગજવવાના છે. આ જનસભાઓથી વિપક્ષના તમામ સમીકરણો ઉંધા પડી જાય તો નવાઈ નહીં. 2 દિવસ, 14 લોકસભા અને 6 સભાઓ પીએમ મોદી ગજવશે. જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?
બે દિવસ ઝંઝાવાતી પ્રચાર
પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં 1 અને 2 મેના રોજ કાર્યક્રમ ગોઠવાયો છે. જેમાં લોકસભાની 16 બેઠકો માટે પીએમ મોદી બે દિવસમાં જ 6 જાહેરસભાઓ ગજવશે. 1 મેના રોજ પીએમ મોદી ડીસા અને હિંમતનગરમાં સભા ગજવશો તો 2 મેના રોજ આણંદ, વઢવાણ, જામનગર, જૂનાગઢમાં જનસભા સંબોધશે.
1 મેના રોજ પીએમ મોદીનો કાર્યક્રમ
પીએમ મોદી ઉત્તર ગુજરાતની 5 બેઠકોથી પ્રચારની શરૂઆત કરશે. જેમાં પીએમ ગુજરાતના સ્થાપના દિને (1 મે) ડીસા અને હિંમતનગરથી પ્રચારના શ્રી ગણેશ કરશે. જેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અમદાવાદ પૂર્વનો સમાવેશ થશે. પીએમ મોદી પહેલી મેના રોજ બપોરે 3.30 વાગે ડીસા એરોડ્રોમ ગ્રાઉન્ડમાં સભા ગજવશે, જ્યારે બીજી સભા 5.15 વાગે હિંમતનગરના મોદી ગ્રાઉન્ડમાં યોજશે.
2મેના રોજ પીએમનો કાર્યક્રમ
તેવી રીતે 2જી મેના રોજ પીએમ મોદી આણંદ, વઢવાણ, જૂનાગઢ, જામનગર દક્ષિણમાં સભાઓ ગજવશે. જેમાં આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગરનો સમાવેશ થશે. પીએમ મોદી બીજા દિવસે 11 વાગે આણંદના શાસ્ત્રી ગ્રાઉન્ડમાં સભા ગજવશે. ત્યારબાદ 1 વાગે વઢવાણમાં ત્રિમંદિર ગ્રાઉન્ડમાં સભા ગજવશે. 3.30 વાગે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી અને 5 વાગે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં સભાઓ ગજવશે. આમ પીએમ કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે. જેમાં દરેક સભામાં આસપાસની ત્રણ-ચાર બેઠકોને આવરી લેવાશે.
કઈ બેઠકો કવર કરશે PM?
- બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ પૂર્વ
- આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર
- જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર
ભાજપમાં અમસ્તુ જ નથી કહેવાતુ કે મોદીના નામે વોટ મળે છે. એકવાર પીએમ મોદીની એન્ટ્રી થાય એટલે ભલભલા વિવાદ ભૂલી જવાય. આજથી ગુજરાતની ચૂંટણીમાં માત્ર મોદી, મોદી અને મોદી જ જોવા મળશે. લોકો રૂપાલા વિવાદ પણ ભૂલી જશે, અને રાજપૂતોનું આંદોલન પણ ભૂલાઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે